AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતના 64 ટકા વિસ્તારમાં હીટવેવની અસર, રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર, દીવમાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ગુજરાતમાં કાળઝાળ ગરમી યથાવત્ જોવા મળી રહી છે. હવામાન વિભાગના તાજેતરના આંકડાઓ અનુસાર રાજ્યના 64 ટકા વિસ્તારમાં હિટવેવનો પ્રભાવ જોવા મળ્યો છે. રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર રહ્યુ છે. દેશના સૌથી ગરમ 10 શહેરોમાં 8 શહેરો ગુજરાતના છે. રાજકોટમાં તાપમાન 41.9 ડિગ્રી નોંધાયું હતું. દીવમાં ગરમીનો 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ગુજરાતના અનેક શહરેરમાં તાપમાન […]

Breaking News : ગુજરાતના 64 ટકા વિસ્તારમાં હીટવેવની અસર, રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર, દીવમાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો
| Updated on: Mar 12, 2026 | 12:53 PM
Share

ગુજરાતમાં કાળઝાળ ગરમી યથાવત્ જોવા મળી રહી છે. હવામાન વિભાગના તાજેતરના આંકડાઓ અનુસાર રાજ્યના 64 ટકા વિસ્તારમાં હિટવેવનો પ્રભાવ જોવા મળ્યો છે. રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર રહ્યુ છે. દેશના સૌથી ગરમ 10 શહેરોમાં 8 શહેરો ગુજરાતના છે. રાજકોટમાં તાપમાન 41.9 ડિગ્રી નોંધાયું હતું. દીવમાં ગરમીનો 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.

ગુજરાતના અનેક શહરેરમાં તાપમાન 40-41 ડિગ્રીને પાર

ગઈકાલે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 41.9 ડિગ્રી, વડોદરા 41.6 ડિગ્રી, અમદાવાદ 41.4 ડિગ્રી, સુરત 41.0 ડિગ્રી, અમરેલી 40.9 ડિગ્રી, ડીસા 40.7 ડિગ્રી, દીવ 40.7 ડિગ્રી, ગાંધીનગર 40.5 ડિગ્રી, વેરાવળ 40.6 ડિગ્રી અને પોરબંદર 40.2 ડિગ્રી નોંધાયો હતો. દીવમાં તો ગરમીનો 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 14 માર્ચથી તાપમાનમાં 2થી 4 ડિગ્રી ઘટાડો થશે, અને હિટવેવનો વિસ્તાર પણ ઘટશે.

ગરમી માટે ઓરેન્જ અને યલો એલર્ટ

આજની સ્થિતિ પણ રાજ્યમાં ભારે ગરમીના આશરો બતાવે છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે નવ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં યલો એલર્ટ છે, ઉપરાંત જુનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં પણ જાહેર સાવચેતતા રહેવાની સૂચના આપવામાં આવી છે. લોકો તાપમાન વધતા યોગ્ય જાગૃત રહેવા માટે અને આરામ માટે આલર્ટને ગંભીરતાથી લઈ રહ્યા છે.

અમદાવાદ કોર્પોરેશનના તાકીદના પગલા

ગરમીના વધારા પગલે અમદાવાદ કોર્પોરેશન પણ સક્રિય બની છે. બાંધકામ સાઇટ 1થી 4 સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે, અને માત્ર અનિવાર્ય કામ જ ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. તેમજ શહેરમાં 12થી 4 વચ્ચે 70 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે, જેથી જાહેર વિસ્તારોમાં ગરમીનું પ્રભાવ ઓછું થાય. પોલીસને ખાસ હાજરી આપવા આદેશ આપવામાં આવ્યો છે અને કેટલાક સર્કલ પર વાહન ચાલકો માટે ગ્રીન નેટ લગાવવામાં આવશે, જેથી તાપમાનને કારણે ટ્રાફિકમાં મુશ્કેલી ન થાય.

હવામાન વિભાગની આગાહી

14 માર્ચથી ગરમીનું જોર ઘટશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આથી હિટવેવનો વિસ્તાર પણ ઘટશે. 2 દિવસ સુધી ગરમીનું વાતાવરણ રહેવાની શક્યતા છે. 14 માર્ચથી 2થી 4 ડિગ્રી તાપમાન ઘટશે.

BREAKING NEWS: ગરમી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે પલટો, અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી

Follow Us
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ
મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">