Travel Tips: એક નજર નાખો ભારતના આ 5 સુંદર રેલવે સ્ટેશન પર
Indian Railway Stations: દેશમાં હાલમાં પણ આરામદાયક મુસાફરી માટે ટ્રેન બેસ્ટ ઓપ્શન છે. લાંબી મુસાફરી કરવા માટે ટ્રેન લોકોની પ્રથમ પસંદગી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું દેશના 5 સુંદર રેલવે સ્ટેશન વિશે.


સીએસટી, મુંબઈઃ મુંબઈનું આ રેલવે સ્ટેશન બહારથી હોટેલ જેવું લાગે છે અને તેના ઉત્તમ દેખાવને કારણે તેનો આગળનો ભાગ ઘણી ફિલ્મોમાં દર્શાવવામાં આવ્યો છે. મુંબઈની મુલાકાત દરમિયાન તમારે અહીં અવશ્ય મુલાકાત લેવી જોઈએ.

ચારબાગ રેલ્વે સ્ટેશન, લખનૌઃ નવાબોના શહેર લખનઉમાં જો કે તમને ઘણા સુંદર નજારા જોવા મળશે, પરંતુ અહીંનું ચારબાગ રેલ્વે સ્ટેશન ઘણુ આકર્ષક છે. તે લખનૌના સૌથી જૂના રેલ્વે સ્ટેશનોમાંનું એક છે.

ઘૂમ રેલ્વે સ્ટેશન, દાર્જિલિંગ: ઘૂમ રેલ્વે સ્ટેશન જે દાર્જિલિંગ હિમાલયન રેલ્વેનો ભાગ માનવામાં આવે છે, તે એક ઉત્તમ સ્થાન પર આવેલું છે. અહીંથી તમે સુંદર દૃશ્યો અને યાદગાર પળોને પસાર કરી શકો છો.

જેસલમેર રેલ્વે સ્ટેશન: રાજસ્થાનના આ સ્ટેશન પર તમે શાંત વાતાવરણનો અનુભવ કરી શકો છો, જે તેની ભવ્યતા માટે જાણીતું છે. અહીંની સાદગી મન મોહી લે તેવી છે. આ સ્ટેશનની નજીક એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં તમે તમારા પરિવાર સાથે એન્જોય કરી શકો છો.

કટક રેલ્વે સ્ટેશન: આ રેલ્વે સ્ટેશનનો દેખાવ તેને અન્ય કરતા તદ્દન અલગ બનાવે છે. તે કિલ્લા જેવો આકાર ધરાવે છે અને કહેવાય છે કે દરરોજ હજારો લોકો તેને જોવા માટે આવે છે.

































































