Travel tips : અહીં આવેલું છે ગુજરાતનું એક માત્ર શનિદેવનું મંદિર, પૂજા કરવાથી દરેક મનોકામના થાય છે પૂર્ણ
શનિને ન્યાય અને પરિણામ આપનાર દેવતા કહેવામાં આવે છે. જો શનિ કુંડળીમાં સારી સ્થિતીમાં હોય તો વ્યક્તિના દિવસો બદલાઈ જાય છે. એ જ શનિ દૃષ્ટિ વક્રી થઈ જાય તો બરબાદ થવામાં કોઈ કસર બાકી રહેતી નથી.

ભાણવડ તાલુકાના હાથલા ગામના પાદરમાં શનિદેવનું મંદિર આવેલું છે. જામનગર અને પોરબંદર જિલ્લા નજીક આવેલું હાથલા ગામનું આ મંદિર ખુબ જ પ્રાચિન છે. પુરાતત્વ વિભાગ દ્વારા રાજયના રક્ષિત સ્મારકોની યાદીમાં સમાવિષ્ટ આ મંદિર સાતમી અને આઠમી સદિનું મંદિર છે.

ભારતમાં શનિદેવના મુખ્ય ત્રણ સ્થાનકો આવેલા છે. જેમાં મહારાષ્ટ્રમાં શિંગળાપુર, રાજસ્થાનમાં કર્પાસન અને ગુજરાતમાં હાથલા. હાથલાને શનિનું જન્મ સ્થળ હોવાનું કહેવામાં આવે છે.

શનિ જયંતીના દિવસે હાથલામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળે છે. ભક્તો જ્યારે હાથલા શનિદેવના દર્શન કરવા આવે છે. ત્યારે તેમના પગરખાં અહી ઉતારી પોતાની પનોતીને દુર કરે છે.

શનિ દેવ નવ ગ્રહોમાંથી એક છે. શનિ એ સાતમો ગ્રહ છે.શનિ દેવ સૂર્ય (સૂર્ય) અને છાયાનો દીકરા છે. તે યમ, મોતનો સ્વામીના મોટા ભાઈ છે. હાથલા કે, જ્યાં શનિદેવ હાથી પર બિરાજમાન થઇને પ્રગટ થયા હતાં તેનું નામ હાથલા ગામ.

નજીકનું એરપોર્ટ જામનગર અને પોરબંદર છે. જામનગરથી 110 કિલોમીટર અને પોરબંદરથી 28 કિ.મી. મુસાફરી કરીને માર્ગ દ્વારા આ સ્થળની મુલાકાત લઈ શકાય છે.

તેમજ જો તમે ટ્રેન દ્વારા જઈ રહ્યા છો તો ભાણવડ રેલવે સ્ટેશનથી 24 કિલોમીટરની મુસાફરી કરીને પહોચી શકાય છે. તમે જામનગર તેમજ પોરબંદર થી પ્રાઈવેટ કાર અને બસમાં મુસાફરી કરીને પહોચી શકો છો.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
