Travel Tips : વેકેશનમાં બાળકો સાથે જંગલ સફારી પર જઈ રહ્યા છો તો આ સેફ્ટી ટિપ્સનું હંમેશા ધ્યાન રાખો
બાળકોને હાલમાં શાળામાં વેકેશન છે. બાળકોને લઈ તમે પણ જો જંગલ સફારીમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો.તડકાંથી બચવા માટે તમારી સાથે સનસ્ક્રીન જરુર રાખો.

શાળામાં બાળકોને વેકેશન પડતા જ ફરવાનો પ્લાન બનાવવામાં આવે છે. જો બાળકોની સાથે તમે જંગલ સફારીમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો સફારી સાથે જોડાયેલા કેટલાક નિયમો પહેલાથી જ જાણી લો.

જંગલ સફારીમાં જવા માટે તમારા કપડાંના રંગનું ખાસ ધ્યાન રાખો. હંમેશા એવા કપડાં પહેરો જે જમીન અને ધાસ સાથે મેચ કરતા હોય. સફેદ, કાળા ,રંગીન કે પછી નિયોન કલરના કપડાં ન પહેરો.

કેમેરા, મોબાઈલની ફ્લેશલાઈટ સંપૂર્ણ બંધ રાખો. જેનાથી જો તમે વાઈલ્ડ એનિમલ્સના ફોટો ક્લિક કરી રહ્યા છો તો તેનું ધ્યાન ન ખેચાય.પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધી, ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો અથવા વન્યજીવ અભયારણ્ય છે જ્યાં દરરોજ હજારો સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે.

જંગલ સફારીમાં તમે ખુલ્લી જીપમાં જવાના છો. તો રસ્તામાં ધૂળ,તડકાં જરુર લાગશે. તે માટે કેપ કે પછી ચશ્માં અને તડકાંથી બચવા માટે તમારી સાથે સનસ્ક્રીન જરુર રાખો.

તમે જંગલ સફારીમાં જઈ રહ્યા છો તો અહી તમને રસ્તા વિશે પણ વધારે ખ્યાલ હશે નહી. એટલા માટે તમારી સાથે રહેલા ગાઈડની વાતોનું હંમેશા પાલન કરો.

આમ તો જંગલ સફારી બાળકોને ખુબ જ પસંદ છે.અહી જતાં પહેલા તમારા બાળકોને પહેલાથી જ સમજાવી દો કે, અહી ચિસ્સો કે પછી કોઈ જાનવરને ખલેલે પહોંચાડવાની નથી.

સેફ્ટી રુલ્સમાં એ પણ સામેલ છે કે, તમે જ્યારે પણ સફારીમાં જઈ રહ્યા છો તો. ડિયો, પરફ્યુમ કે,અંત્તર બિલકુલ ન લગાવો. આનાથી જંગલી જાનવરો અટ્રેક થઈ તમારી પર હુમલો પણ કરી શકે છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
