AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ફક્ત ₹40,000માં શરૂ કરો આ ધમાકેદાર બિઝનેસ, મહિને ₹45,000 કમાશો!

ઘડિયાળ અને વોલેટ હવે ફક્ત જરૂરી વસ્તુઓ નહીં પરંતુ પર્સનાલિટીનું પણ સ્ટાઈલિશ સ્ટેટમેન્ટ બની ગયું છે. યુવાઓમાં વધતી ફેશનની માંગ વચ્ચે 'Watch & Wallet'નો બિઝનેસ શરૂ કરવો એ આજના ટાઈમમાં ટ્રેન્ડી અને નફાકારક આઈડિયા છે.

| Updated on: Jun 22, 2025 | 6:10 PM
Share
આજના યુગમાં ઘડિયાળ અને વોલેટ માત્ર જરૂરી વસ્તુઓ નથી રહી પરંતુ તે વ્યક્તિની સ્ટાઈલ અને પર્સનાલિટીનું પ્રતિબિંબ બની ગયું છે. ઘણા યુવાઓ માટે ઘડિયાળ અને વોલેટ એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. એવામાં આવી માંગ વચ્ચે ઘડિયાળ અને વોલેટની દુકાન શરૂ કરવી એ એક સારો વિકલ્પ છે, ખાસ કરીને નાના શહેરોમાં અથવા તો શહેરોના રેસિડેન્શિયલ વિસ્તારોમાં.

1 / 7
ઘડિયાળ અને વોલેટની શોપ માટે શરુઆતમાં ₹40,000 થી ₹80,000 જેટલું રોકાણ કરવું પડે છે. આમાં સ્ટોક, ડિસપ્લે શેલ્ફ, લાઇટિંગ અને પેકેજિંગ જેવી જરૂરી વસ્તુઓની જરૂર પડે છે.  ઘડિયાળનો સ્ટોક આશરે ₹20,000 થી ₹30,000 સુધી, વોલેટનો સ્ટોક ₹15,000 થી ₹25,000 સુધીમાં મેળવી શકાય છે.

2 / 7
આ બિઝનેસ થકી તમે રોજનું લગભગ ₹2,000 થી ₹5,000 સુધીનું વેચાણ કરી શકો છો, જેમાંથી દૈનિક નફો ₹500 થી ₹1,500 સુધીનો હોઈ શકે છે અથવા તો તેથી વધુનો પણ થઈ શકે છે.  સરળ રીતે કહીએ તો, મહિનાના અંતે તમે સરેરાશ ₹15,000 થી ₹45,000 જેટલું કમાઈ શકો છો.

3 / 7
આ બિઝનેસ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, દુકાનના ભાડાના કોન્ટ્રાક્ટ અથવા માલિકી દસ્તાવેજ તેમજ સ્થાનિક મ્યુનિસિપલ લાઈસન્સ જેવા દસ્તાવેજોની જરૂર પડે છે. જો તમારું વાર્ષિક વેચાણ ₹20 લાખથી વધુ થાય તો GST રજીસ્ટ્રેશન ફરજિયાત બને છે.

4 / 7
જો તમે સ્ટોક હોલસેલમાં ખરીદવા માંગો છો તો મુંબઈમાં ધારાવી અને બાંદરા, અમદાવાદમાં કાલુપુર માર્કેટ, સુરતના માર્કેટ્સ અને દિલ્હીના સદર બજાર જેવા વિસ્તારોમાંથી સારી ક્વોલિટી અને કિંમતેથી મટિરિયલ મેળવી શકો છો. આ સાથે જ Indiamart અને Udaan App જેવી ઓનલાઇન B2B સાઇટ્સ પરથી પણ હોલસેલ માલ મંગાવી શકો છો.

5 / 7
માર્કેટિંગ માટે દુકાનની બહાર આકર્ષક બોર્ડ લગાવો, combo offers (જેમ કે ઘડિયાળ + વોલેટ) અને તહેવાર વખતે ગિફ્ટ પેકિંગ સ્કીમથી ગ્રાહકોને આકર્ષો. Instagram અને Facebook પર reel તેમજ ફોટા પોસ્ટ કરો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ થકી ગ્રાહકોનો બેઝ વધારો.

6 / 7
જો તમારું લોકેશન સારું હોય, સ્ટોક ટ્રેન્ડી હોય અને માર્કેટિંગ નિયમિત કરો તો, આ બિઝનેસથી તમે ઓછા રોકાણે સારી આવક મેળવી શકો છો.

7 / 7

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">