Stock Market: આ 3 કંપનીના સ્ટોક્સ પર રોકાણકારોની નજર! આવતા અઠવાડિયે ડિવિડન્ડની થઈ શકે છે જાહેરાત
ગુરુવારના દિવસે એટલે કે 10 જુલાઈના રોજ બે કંપનીઓએ માહિતી આપી છે કે, તેમની બોર્ડ મીટિંગ આવતા અઠવાડિયે છે જેમાં ડિવિડન્ડને લઈને વિચાર વિમર્શ કરવામાં આવશે. જણાવી દઈએ કે, કંપનીઓએ આને લઈને રેકોર્ડ ડેટ પણ જાહેર કરી છે.

પ્રથમ ક્વાર્ટરના પરિણામોને લઈને હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આગામી અઠવાડિયે ઘણી કંપનીઓ તેમના પરિણામો રજૂ કરશે, જેમાંથી કેટલીક કંપનીઓ પરિણામની સાથે-સાથે ડિવિડન્ડ પણ જાહેર કરી શકે છે. એવામાં 10 જુલાઈના રોજ બે કંપનીઓએ બજારને માહિતી આપી છે કે, તેમનું બોર્ડ આવતા અઠવાડિયે ડિવિડન્ડને લગતી જાહેરાત બહાર પાડી શકે છે.

નોંધનીય છે કે, આ બંને કંપનીઓએ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે, જો ડિવિડન્ડ મંજૂર થશે તો તેની રેકોર્ડ ડેટ શું રહેશે. હવે આ જાહેરાતની અસર કંપનીના શેર પર જોવા મળી શકે છે. બીજું કે, TCS દ્વારા પણ ડિવિડન્ડની જાહેરાત કરાઇ છે.

BSE સ્મોલકેપ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 'Route Mobile' કંપનીએ ગુરુવારે બજાર બંધ થયા પછી માહિતી આપી છે કે, તેમની બોર્ડ મીટિંગ 17 જુલાઈએ યોજાવા જઈ રહી છે. આ મીટિંગમાં કંપની ત્રિમાસિક પરિણામો રજૂ કરશે અને બોર્ડ ચાલુ નાણાકીય વર્ષ માટે વચગાળાના ડિવિડન્ડ પર વિચાર કરશે તેમજ તેની જાહેરાત કરશે તેવી આશા વ્યક્ત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે, જો બોર્ડ ડિવિડન્ડ જાહેર કરે છે તો 23 જુલાઈ રેકોર્ડ ડેટ રહેશે. ગુરુવારે શેર લગભગ 2 ટકાના વધારા સાથે બંધ થયો હતો.

આ ઉપરાંત હેટસન એગ્રો પ્રોડક્ટે શેરબજારને જાણ કરી છે કે, તેની બોર્ડ મીટિંગ 18 જુલાઈએ યોજાવાની છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં વર્તમાન નાણાકીય વર્ષ માટે પ્રથમ ઇન્ટરિમ ડિવિડન્ડ પર વિચાર કરવામાં આવશે અને તેનું એલાન પણ થઈ શકે છે. જો ડિવિડન્ડની જાહેરાત થાય છે તો 24 જુલાઈ તેની રેકોર્ડ ડેટ રહેશે. આજના સેશનમાં સ્ટોક લગભગ 3 ટકાની વૃદ્ધિ સાથે ₹955ના સ્તરે બંધ જોવા મળ્યો.

અનુપમ રસાયણ પણ આવતા અઠવાડિયે ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, બોર્ડ મીટિંગ 15 જુલાઈએ યોજાવાની છે જેમાં ડિવિડન્ડ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે, TCS એ આજે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. પરિણામોની સાથે, કંપનીએ તેના રોકાણકારો માટે 11 રૂપિયાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
