હૈદરાબાદ: રાહુલ ગાંધીએ ઓટો રિક્ષામાં કરી સવારી, જોવા મળ્યો તેનો અલગ અંદાજ, જુઓ ફોટો
તેલંગાણામાં ચૂંટણી પ્રચાર કરી રહેલા રાહુલ ગાંધીએ ફરી એકવાર રેલીઓ અને ચૂંટણી સભાઓને સંબોધવાની તેમની પરંપરાગત રીત તેમજ જનતા સુધી પહોંચવાની તેમના ખાસ અંદાજથી લોકોને ચોંકાવ્યા છે. રાહુલ ગાંધીએ હૈદરાબાદમાં ઓટો રિક્ષામાં સવારી કરી છે. કોંગ્રેસે મંગળવારે તેના ફોટો જાહેર કર્યા છે.

તેલંગાણામાં ચૂંટણી પ્રચાર કરી રહેલા રાહુલ ગાંધીએ ફરી એકવાર રેલીઓ અને ચૂંટણી સભાઓને સંબોધવાની તેમની પરંપરાગત રીત તેમજ જનતા સુધી પહોંચવાની તેમના ખાસ અંદાજથી લોકોને ચોંકાવ્યા છે.

રાહુલ ગાંધીએ હૈદરાબાદમાં ઓટો રિક્ષામાં સવારી કરી છે. કોંગ્રેસે મંગળવારે તેના ફોટો જાહેર કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટર પર ઓટોમાં બેઠેલા રાહુલ ગાંધીની તસવીરો શેર કરતા લખ્યું છે કે, તેમણે ઓટો ડ્રાઈવરને કહ્યું કે મને ઓટો દ્વારા હૈદરાબાદ બતાવો. રિક્ષામાં તેમની સાથે જ્યુબિલી હિલ્સના કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ અઝહરુદ્દીન પણ સાથે હતા.

રાહુલ ગાંધીની આ ઈચ્છા પૂરી કરી અને ઓટો ડ્રાઇવરે તેમને શહેરના પ્રવાસ પર લઈ ગયા હતા. ઓટોમાં બેઠેલા રાહુલ ગાંધીની તસવીર શેર કરવાની સાથે કોંગ્રેસે ઓટો ડ્રાઈવરો અને સફાઈ કામદારોની સમસ્યાઓ સાંભળતી તસવીરો પણ ફેસબુક પર શેર કરી છે.

આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે રાહુલ ગાંધી સમાજના જુદા-જુદા વર્ગના લોકોને મળી રહ્યા છે અને તેમની સાથે વાત કરી રહ્યા છે. આ દરમિયાન રાહુલે તેમને કોંગ્રેસ પાર્ટીની યોજનાઓ વિશે પણ જાણકારી આપી હતી.

રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર માટે આ નવી પદ્ધતિ અપનાવી છે. સ્થાનિક નેતાઓની જેમ, તે સમાજના વર્ગો વચ્ચે પહોંચ્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે રાહુલ છેલ્લા કેટલાક સમયથી માસ લીડર તરીકે પોતાની ઈમેજ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
