AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્રિજમાંથી આવી રહી છે ગંદી દુર્ગંધ? તો આટલું કરી લો થોડી જ વારમાં દૂર થઈ જશે સ્મેલ

Bed Smell From Fridge: ફ્રિજને સમય સમય પર સાફ કરવામાં નહીં આવે તો તેમાંથી એક વિચિત્ર ગંધ આવવા લાગે છે, જેના કારણે તેમાં રાખેલા ખોરાક કે પાણી માંથી પણ તેવી ગંધ આવવા લાગે છે. અહીં અમે તમને ફ્રિજમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે સરળ ઘરેલું ઉપાયો જણાવી રહ્યા છીએ.

| Updated on: May 02, 2025 | 10:00 AM
એક સમયે, ફ્રિજની ગણતરી લક્ઝરી વસ્તુઓમાં થતી હતી. પરંતુ આજે તે દરેક ઘરમાં જરૂરી બની ગયું છે. ઠંડા પાણીથી લઈને ખોરાક સુધીની દરેક વસ્તુને બગડતી અટકાવવા માટે ફ્રિજ એકમાત્ર ઉપાય છે. એટલા માટે તેનો સતત ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં જો તમારા ફ્રિજમાંથી ગંદી દુર્ગંધ આવી રહી છે, તો શું કરવું?

1 / 8
ફ્રિજને સમય સમય પર સાફ કરવામાં નહીં આવે તો તેમાંથી એક વિચિત્ર ગંધ આવવા લાગે છે, જેના કારણે તેમાં રાખેલા ખોરાક કે પાણી માંથી પણ તેવી ગંધ આવવા લાગે છે. અહીં અમે તમને ફ્રિજમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે સરળ ઘરેલું ઉપાયો જણાવી રહ્યા છીએ. આનો ઉપયોગ કરીને, તમે ફ્રિજમાંથી આવતી દુર્ગંધ દૂર કરી શકો છો

2 / 8
મીઠું : જો તમારા ફ્રિજમાંથી મરચા જેવી કે કોઈ અન્ય પ્રકારની દુર્ગંધ આવી રહી છે તો ફ્રીજમાં વાટકીમાં 2 ચપટી મીઠું લઈ ફ્રિજના ખૂણામાં મુકી દો, તેનાથી આવતી દુર્ગંધ થોડા જ સમયમાં દૂર થઈ જશે.

3 / 8
કોલસો: જો તમારા ઘરમાં કે આસપાસ ક્યાં કોલસો મળતો હોય તો તમે તેનો એક નાનો ટુકડો પણ ફ્રિજના ખૂણામાં મુકી શકો છો, તે પણ ફ્રિજની વિચિત્ર દુર્ગંધ દૂર કરી દેશે

4 / 8
બેકિંગ સોડા: બેકિંગ સોડામાં દુર્ગંધ દૂર કરવાનો ગુણ છે. આવી સ્થિતિમાં, તેનો ઉપયોગ કરીને, તમે ફ્રિજમાંથી આવતી ગંદી ગંધથી છુટકારો મેળવી શકો છો. આ માટે, એક નાની વાટકીમાં બેકિંગ સોડા મુકો અને તેને થોડા કલાકો માટે ફ્રિજમાં રાખો

5 / 8
લીંબુ: લીંબુના સ્વાસ્થ્ય લાભો વિશે બધા જાણે છે, પરંતુ તેના દુર્ગંધ મારવાના ગુણ વિશે ભાગ્યે જ કોઈ જાણે છે. જો તમે ફ્રિજમાંથી આવતી ગંધથી પરેશાન છો, તો તેના કેટલાક ટુકડા થોડા કલાકો માટે તેમાં રાખો.

6 / 8
કોફી: કોફીની સુગંધ તાજગીથી ભરેલી હોય છે. તેથી, તે ગંધ દૂર કરવામાં પણ અસરકારક છે. તેને બેકિંગ શીટ પર ફેલાવીને રાતોરાત ફ્રિજમાં રાખવાથી તે બધી ખરાબ ગંધ શોષી લે છે.

7 / 8
વિનેગર: જો તમારા ફ્રિજમાંથી કોઈપણ પ્રકારની ગંધ આવી રહી હોય, તો એક બાઉલમાં વિનેગર લો અને તેને તેમાં છોડી દો. તેની અસર થોડા કલાકોમાં દેખાશે.

8 / 8

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">