ટેલિકોમ સેક્ટરમાં TATAની એન્ટ્રી, BSNLને આપી તગડી રકમ, ઇન્ટરનેટની સ્પિડમાં થશે શાનદાર વધારો
TATA અને BSNL વચ્ચેની ડીલ લાંબા સમયથી ચર્ચામાં છે. ખાસ કરીને એક ડીલ એ છે કે ટાટાએ બીએસએનએલને ખરીદ્યું હોવાની અફવા છે. પરંતુ આજે અમે આ હકીકત સાથે 15 હજાર કરોડ રૂપિયાની ડીલ વિશે માહિતી આપીશું.

Tata-BSNL Deal: શું તમને યાદ છે Tata Indicom, એક ટેલીકોમ કંપની જે ઓછા રિચાર્જમાં મિનીટ ફ્રિ આપતી હતી ? Tata હવે ટેલીકોમ સેક્ટરમાં આવવાની તૈયારી કરી રહ્યું છે.આ વખતે ટાટા BSNL ને સાથ આપશે. આ અચાનક પાર્ટનરશિપે બાકીની ટેલિકોમ કંપનીઓ પર તેની અસર અને યુઝર્સને થતા ફાયદા અંગે ઉત્સુકતા પેદા કરી છે.

તાજેતરમાં, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ BSNLમાં 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેનું ફોકસ ડેટા સેન્ટર્સ સ્થાપવાનું છે. આ મોટા રોકાણથી ચાર મુખ્ય ક્ષેત્રોમાં મોટી વૃદ્ધિ થવાની ધારણા છે, જેનાથી મોટો ફાયદો થવાની સંભાવના છે.

ગામમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ ઉપલબ્ધ થશે- BSNL અને ટાટા વચ્ચેની ભાગીદારીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ગામડાઓમાં ઝડપી ઇન્ટરનેટ લાવશે. યોજના અનુસાર, 1000 ગામોમાં ઝડપી ઇન્ટરનેટ પ્રદાન કરવામાં આવશે, જ્યાં BSNLએ 4Gનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. અત્યાર સુધી આ ગામડાઓમાં માત્ર 3G સેવા હતી, તેથી આ એક મોટો ફેરફાર હશે.

અફવાઓ પણ ઉડી હતી- આ ભાગીદારીના સમાચાર સાથે, અફવાઓ ઉડવા લાગી કે ટાટાએ BSNL ખરીદી લીધું છે. આ અફવાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ છે. પરંતુ સત્ય એ છે કે ટાટાએ BSNLમાં વ્યૂહાત્મક રોકાણ કર્યું છે, તેને ખરીદ્યું નથી.

જુલાઈની શરૂઆતમાં, Jio, Airtel અને Vodafoneએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો, જેની સીધી અસર વપરાશકર્તાઓ પર પડી હતી. જેના કારણે ઘણા લોકો પોતાના નંબર BSNLમાં પોર્ટ કરી રહ્યા હતા. તેના જવાબમાં, BSNL હવે 5G નેટવર્કમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે, જેની ટ્રાયલ ટૂંક સમયમાં જ મોટા શહેરોમાં શરૂ થશે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, ટાટા અને BSNL વચ્ચેની ભાગીદારી ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાની અપેક્ષા છે સારી કનેક્ટિવિટી મળશે.

































































