AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘તારક મહેતા શો’નો એક્ટર ‘રણવીર સિંહ’ પર પડ્યો ભારે! ‘ધુરંધર 2’ માં નીકળ્યો ‘ગેમ ચેન્જર’, મોટા પરદે લૂંટી લીધી મહેફિલ

ફિલ્મ 'ધુરંધર 2' ની સફળતાની વચ્ચે અત્યારે સૌથી વધુ ચર્ચા રણવીર સિંહ કે અર્જુન રામપાલની નહીં પણ એક એવા કલાકારની થઈ રહી છે કે, જેણે દાયકાઓથી આપણને હસાવ્યા છે. આ દિગ્ગજ અભિનેતાએ 'ધુરંધર 2' માં એવો દમદાર અભિનય કર્યો છે કે, મોટા-મોટા સ્ટાર્સ પણ ઝાંખા પડ્યા છે.

| Updated on: Mar 24, 2026 | 4:04 PM
Share
ફિલ્મ 'ધુરંધર' અને 'ધુરંધરઃ ધ રિવન્જ'ની સફળતા વચ્ચે જે પાત્રની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, તે રણવીર સિંહ કે અર્જુન રામપાલ નથી પરંતુ ટીવીથી લઈને મોટા પડદા સુધી લોકોને હસાવનારા રાકેશ બેદી છે. તેમણે ફિલ્મમાં પાકિસ્તાની નેતા અને ભારતીય જાસૂસ જમીલ જમાલીની ભૂમિકા ભજવી છે. 150 ફિલ્મ અને લોકપ્રિય ટીવી શોમાં કામ કરી ચૂકેલા દિગ્ગજ અભિનેતા રાકેશ બેદીએ વર્ષ 1979માં ફિલ્મ 'હમારે તુમ્હારે'થી અભિનયની શરૂઆત કરી હતી, ત્યારથી તેઓ સતત લોકોના ચહેરા પર સ્મિત લાવી રહ્યા છે. એવામાં શું તમે જાણો છો કે, તેઓ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જેવા સુપરહિટ શોનો પણ હિસ્સો રહી ચૂક્યા છે?

1 / 5
રાકેશ બેદી 'ધુરંધર 2' માં જમીલ જમાલી તરીકે પોતાના યાદગાર અભિનયથી દર્શકોના દિલ જીતી રહ્યા છે પરંતુ આ ભૂમિકા પહેલા રાકેશ બેદીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પોતાની હાજરી નોંધાવી દીધી હતી. બેદીની ખાસિયત રહી છે કે, તેઓ જે પણ ભૂમિકા ભજવે છે તેને સંપૂર્ણપણે અપનાવી લે છે.

2 / 5
જો તમે વિચારી રહ્યા હોવ કે, તેમનું પાત્ર કયું હતું? તો જણાવી દઈએ કે, તેઓ શોની શરૂઆતથી તેનો હિસ્સો નહોતા. કોવિડ દરમિયાન વર્ષ 2020માં તેઓ શોની કાસ્ટમાં જોડાયા હતા. તેમના પાત્રનું નામ બાબુલાલ હતું, જે એક સિંધી બિઝનેસમેન હતા. તારક મહેતા આ જ વ્યક્તિના ત્યાં નોકરી કરતા હતા. બોસ તરીકે તેમનું પાત્ર ખૂબ જ જિદ્દી હતું. રાકેશ બેદીએ શૈલેષ લોઢા અને સચિન શ્રોફ બંને સાથે સ્ક્રીન શેર કરી છે.

3 / 5
આ ઉપરાંત, જમીલ જમાલીના રોલ માટે ચર્ચામાં રહેલા રાકેશ બેદીના એક 12 વર્ષ જૂના પાત્રની પણ ચર્ચા થઈ રહી છે. વર્ષ 2014માં તેઓ કરણ સિંહ ગ્રોવર અને સુરભી જ્યોતિના શો 'કુબૂલ હૈ'માં જોવા મળ્યા હતા. આ શોમાં તેમના પાત્રનું નામ ધુરંધર વટાવડેકર હતું.

4 / 5
ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક'માં રાકેશ બેદીએ એક પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓફિસરની ભૂમિકા ભજવી હતી, જે હકીકતમાં ભારત માટે જાસૂસી કરતો હોય છે. 'ચશ્મે બદ્દૂર'માં તેમનું 'ઓમી'નું પાત્ર આજે પણ લોકોના મનમાં તાજું છે. 'યે જો હૈ ઝિંદગી'માં રાકેશે 'રાજા'નો રોલ ભજવ્યો હતો, જ્યારે 'શ્રીમાન શ્રીમતી'માં 'દિલરૂબા જરનૈલ સિંહ ખુરાના'ના રોલથી તેઓ ખૂબ લોકપ્રિય થયા હતા. આટલું જ નહીં, તેઓ ફિલ્મ 'ગદર'માં પણ વૈદ્ય કીમતી લાલના રોલમાં જોવા મળ્યા હતા.

5 / 5

વીકેન્ડ પ્લાન તૈયાર… નેટફ્લિક્સ અને પ્રાઇમ પર રિલીઝ થશે આ ‘6 મોટી ફિલ્મ’ અને ‘સીરીઝ’

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી

મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા

ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે

વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'

ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા

કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના

Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!

બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા

પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ

જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા

g clip-path="url(#clip0_868_265)">