Stocks Forecast: ગુજરાતની આ કંપની સહિત Campusના શેર કરાવશે કમાણી, 60%નો મોટો વધારો થવાની શક્યતા
શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગે માહિતીને નિષ્ણાંતો દ્વારા કે તેના ડેટા અને ચાર્જ દ્વારા આપવામાં સ્ટોક ફોરકાસ્ટ કહે છે. જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી.

સિમેન્સ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ઓર્ડર સ્થિર રહ્યા હતા, કારણ કે જૂન ક્વાર્ટરમાં ઘણા ઓર્ડર પહેલાથી જ મૂકવામાં આવ્યા હતા. આ ઓર્ડર બેકલોગમાં 47% નો વધારો દર્શાવે છે. વ્યવસાય મિશ્રણમાં ફેરફારની નફાના માર્જિન પર થોડી અસર પડી હતી."

Gujarat State Petronet Limited: ગુજરાતના ગાંધીનગરની આ કંપનીના શેરની પ્રાઈઝ 298 રુપિયા છે. આ શેર પર 329 રુપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જો આ કંપનીના શેરમાં વધારો થાય છે તો તેનો ભાવ 49% વધીને ભાવ 445 રુપિયા પર પહોંચવાની શક્યતા છે. અને જો ભાવ ઘટે છે તો 12%ના ઘટાડા સાથે આ શેરની કિંમત 260 રુપિયા પર આવી શકે છે. ત્યારે આ શેર ખરીદવા, વેચવાને લઈને અનાલિસ્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 15 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 5 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા જણાવી રહ્યા છે આ સિવાય અન્ય 3 અનાલિસ્ટ પણ આ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે. આ શેર બીજા 5 અનાલિસ્ટ શેરને Hold કરવા કહી રહ્યા છે. અને 2 અનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે જણાવી રહ્યા છે.

LT Foods Limited: આ શેરની હાલની કિંમત 409 રુપિયા છે. તેમજ આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 539 રુપિયા આપવામાં આવી છે. આ શેર પર હાલ પુરતા માત્ર પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે એટલે કે જો આ શેરમાં વધારો થાય છે તો આ શેર 40%ના વધારા સાથે ભાવ 574 રુપિયા પર પહોંચી શકે છે.

આ શેર પર 4 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 3 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા અંગે પોતાની રાય આપી છે તેમજ અન્ય 1 એ પણ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી છે. આ શેર પર હજુ સુધી કોઈ અનાલિસ્ટે sell કરવા અંગે કોઈ રાય આપી નથી.

Ashoka Buildcon Limited: 178 રુપિયાના આ શેર પર 210ની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. જો આ શેરમાં એક વર્ષ દરમિયાન કોઈ વધારો થાય છે તો શેરનો ભાવ 41%ના વધારા સાથે 252 રુપિયા પર જઈ શકે છે. આ શેર પર પણ કોઈ ઘટાડા અંગે સંકેત દેખાઈ રહ્યા નથી.

આ શેર ખરીદવા અંગે 6 અનાલિસ્ટે પોતાની રાય આપી છે. જેમાંથી 2 અનાલિસ્ટ આ શેરને Buy કરવા કહી રહ્યા છે જ્યારે બીજા 4 અનાલિસ્ટ આ શેરને Hold પર મુકવા અંગે પોતાની રાય આપી રહ્યા છે. આ શેર પર સમાચાર લખતા સુધી કોઈ અનાલિસ્ટે sell કરવા અંગે પોતાની રાય આપી નથી.

Campus Activewear Ltd: 260 રુપિયાના આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 317 રુપિયા આપવામાં આવી છે. આ શેરના ભાવ વધે છે તો 60%ના મોટા ઉછાળા સાથે ભાવ 419 રુપિયા પર આવી શકે છે. અને જો આ શેરના ભાવ ઘટે છે તો 5%ના ઘટાડા સાથે ભાવ 260 રુપિયા પર પહોંચી શકે છે. ત્યારે હવે આ શેર ખરીદવા અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો સમજીએ

આ શેર પર 11 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 5 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા જણાવી રહ્યા છે તે સિવાય બીજા 3 અનાલિસ્ટ પણ આ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી છે. 1 અનાલિસ્ટ આ શેરને Hold કરવા અંગે કહી રહ્યા છે તેમજ 2 અનાલિસ્ટ એવા છે જે આ શેરને સ્ટ્રોંગલિ sell કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે.

UNO Minda Limited: 1281ના આ શેર પર 1311 રુપિયાની ટાર્ગે પ્રાઈઝ આપવામાં આવી છે. આ શેરમાં જો વધારો થાય છે તો શેરનો ભાવ 16%ના વધારા સાથે 1493 રુપિયા પર પહોંચી શકે છે પણ જો આ શેરના ભાવમાં ઘટાડો થાય છે તો 32%ના ઘટાડા સાથે ભાવ 865 રુપિયા પર પહોંચી શકે છે. આ શેર ખરીદવા અંગે એક્સપર્ટ શું કહી રહ્યા ચાલો જાણીએ

આ શેર પર 18 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 6 અનાલિસ્ટ આ શેર પર સ્ટ્રોંગલિ Buyની રાય આપી છે આ સિવાય બીજા 3 અનાલિસ્ટ પણ આ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે. આ શેર પર 7 અનાલિસ્ટ તેને Hold કરવા જણાવી રહ્યા છે, તો 2 અનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે.
Stocks Forecast: રુ 294નો આ શેર 346 સુધી પહોંચી શકે છે, જાણો શું કહે છે આ 4 શેરનું ફોરકાસ્ટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
