અઢી વર્ષ પહેલા ટાટા કંપનીની કારના બદલે જો ટાટા મોટર્સના શેર ખરીદ્યા હોત તો આજે થઈ જાય 1.44 કરોડ રૂપિયા
ભારતીય શેરબજાર હાલ રેકોર્ડ ઊંચાઈ પર છે. આ સપ્તાહના બે દિવસ દરમિયાન શેરબજારમાં અનેક કંપનીઓએ રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. જો આપણે ટાટા મોટર્સના શેરની વાત કરીએ તો આજે 708.55 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. ટાટા મોટર્સના શેરે છેલ્લા 1 વર્ષમાં રોકાણકારોને 65.90 ટકા રિટર્ન આપ્યું છે.

ભારતીય શેરબજાર હાલ રેકોર્ડ ઊંચાઈ પર છે. આ સપ્તાહના બે દિવસ દરમિયાન શેરબજારમાં અનેક કંપનીઓએ રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. જો આપણે ટાટા મોટર્સના શેરની વાત કરીએ તો આજે 708.55 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.

ટાટા મોટર્સના શેરે છેલ્લા 1 વર્ષમાં રોકાણકારોને 65.90 ટકા રિટર્ન આપ્યું છે. જો રૂપિયામાં વાત કરીએ તો તેમાં 281.45 રૂપિયાનો વધારો થયો છે. તેવી જ રીતે કંપનીએ 5 વર્ષમાં 336.30 ટકા રિટર્ન આપ્યું છે, જે 546.15 રૂપિયા છે.

વર્ષ 2020 માં ટાટા મોટર્સની ચાર કાર લોન્ચ થઈ હતી, જેમાં બે કાર વધારે પોપ્યુલર થઈ હતી. એક Tata Altroz અને બીજી Tata Nexon EV. વર્ષ 2020 માં Tata Nexon EV ના ઓન રોડ ભાવ અંદાજે 15 લાખ રૂપિયા હતા અને ટાટા મોટર્સના શેરના ભાવ એપ્રિલ મહિનામાં 74 રૂપિયા હતા.

જો કોઈ વ્યક્તિએ Tata Nexon ના બદલે ટાટા મોટર્સના શેર ખરીદ્યા હોય તો 74 રૂપિયાના ભાવે 20,270 શેર થાય છે. આજે એટલે કે, 5 ડિસેમ્બરના રોજ શેરના ભાવ 708.55 રૂપિયા છે. તેથી 20,270 શેર X 708.55 રૂપિયા = 1,43,62,309 રૂપિયા થાય છે. તેથી જો Tata Nexon ના બદલે ટાટા મોટર્સના શેર ખરીદ્યા હોય તો આજે તે રકમ લગભગ 1.44 કરોડ રૂપિયા થાય છે.

વર્ષ 2020 માં Tata Altroz ના ઓન રોડ ભાવ લગભગ 9 લાખ રૂપિયા હતા. જો કોઈ વ્યક્તિએ કારના બદલે ટાટા મોટર્સના શેર ખરીદ્યા હોય તો 74 રૂપિયાના ભાવે 12,162 શેર થાય છે. આજે એટલે કે, 5 ડિસેમ્બરના રોજ શેરના ભાવ 708.55 રૂપિયા છે. તેથી 12,162 શેર X 708.55 રૂપિયા = 86,17,500 રૂપિયા થાય છે. તેથી જો Tata Altroz ના બદલે ટાટા મોટર્સના શેર ખરીદ્યા હોય તો આજે તે રકમ લગભગ 86 લાખ રૂપિયા થાય છે.

વર્ષ 1998 માં ટાટા મોટર્સની ઈન્ડિકા લોન્ચ થઈ હતી અને તેના ભાવ અંદાજે 3.50 લાખ રૂપિયા હતા. વર્ષ 1999 માં ટાટા મોટર્સના શેરના ભાવ 32.50 રૂપિયા હતા. તેથી તે સમયે કારના બદલે જો શેર લીધા હોય તો કુલ 10,770 શેર આવે. આજે એટલે કે, 5 ડિસેમ્બરના રોજ શેરના ભાવ 708.55 રૂપિયા છે. તેથી 10,770 શેર X 708.55 રૂપિયા = 76,30,538 રૂપિયા થાય છે. તેથી જો કારના બદલે ટાટા મોટર્સના શેર ખરીદ્યા હોય તો આજે તે રકમ લગભગ 76.54 લાખ રૂપિયા થાય છે.
