તમે 22 વર્ષ પહેલા 5 લાખ રૂપિયાના ઘરના બદલે શ્રી સીમેન્ટના શેર લીધા હોય તો આજે બની ગયા હોત 47 કરોડ રૂપિયા
જે લોકોએ આજથી 22 તમે 22 વર્ષ પહેલા 5 લાખ રૂપિયાના ઘરના બદલે શ્રી સીમેન્ટ કંપનીના શેરની ખરીદી કરી હોત તો તેઓ આજે કરોડો રૂપિયાના માલિક બની ગયા હોત. શ્રી સીમેન્ટ કંપનીના શેરના ભાવ વર્ષ 6 જુલાઈ, 2001 માં માત્ર 30.30 રૂપિયા હતા. આ ભાવ મૂજબ 5 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરી હોય તો 16,501 શેર આવે.

આજે મેટ્રો સીટીની સાથે નાના શહેરોમાં પણ પ્રોપર્ટીના ભાવ આસમાને છે. તેથી ઘણા લોકોનું ઘર ખરીદવાનું સપનું હકીકત બનવામાં સમય લાગે છે. લોકો ઘરનું ઘર ખરીદવા માટે બેંક લોન પણ લેતા હોય છે. એવા ઘણા લોકો છે જેઓએ 20-25 વર્ષ પહેલા ઓછા ભાવે ઘર ખરીદ્યુ હોય અને તેની કિંમત અત્યારે ઘણી વધારે હોય.

જે લોકોએ આજથી 22 વર્ષ પહેલા 5 લાખ રૂપિયાના ઘરના બદલે શ્રી સીમેન્ટ કંપનીના શેરની ખરીદી કરી હોત તો તેઓ આજે કરોડો રૂપિયાના માલિક બની ગયા હોત.

શ્રી સીમેન્ટ કંપનીના શેરના ભાવ વર્ષ 6 જુલાઈ, 2001 માં માત્ર 30.30 રૂપિયા હતા. આ ભાવ મૂજબ 5 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરી હોય તો 16,501 શેર આવે. આજે એટલે કે, 7 ડિસેમ્બરના રોજ શ્રી સીમેન્ટ કંપનીના શેરના ભાવ 28,000 રૂપિયા છે.

આજના ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો 16,501 શેર X 28000 રૂપિયા = 46,20,28,000. એટલે કે 46.20 કરોડ રૂપિયા બની ગયા હોત. આ રીતે જો તમે 2001 ના વર્ષમાં 5 લાખ રૂપિયાના ઘર ખરીદવાના બદલે શ્રી સીમેન્ટ કંપનીના શેર ખરીદ્યા હોય તો તે 46.20 કરોડ રૂપિયા થયા હોત.

શ્રી સીમેન્ટ કંપની દ્વારા સમયાંતરે ડિવિડન્ડ પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં શ્રી સીમેન્ટ કંપનીએ 786.50 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. તે મૂજબ ગણતરી કરીએ તો 16,501 શેર X 786.50 રૂપિયા ડિવિડન્ડ = 1,29,78,036 એટલે કે 1.30 કરોડ રૂપિયા થાય છે. હવે શેરના ભાવ મૂજબના 46.20 કરોડ રૂપિયામાં ડિવિડન્ડના 1.30 કરોડ રૂપિયા ઉમેરીએ તો કુલ રકમ 47,50,06,036 રૂપિયા થાય છે. એટલે કે લગભગ 47.50 કરોડ રૂપિયા.
