ગેસ કંપનીઓ માટે સારા દિવસોના સંકેત! વિદેશી બ્રોકરેજે આપી આ શેર્સ ખરીદવાની સલાહ
ભારતીય સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) સેક્ટરમાં હવે ફરી સારા દિવસો આવવાની આશા દેખાઈ રહી છે. પ્રખ્યાત ગ્લોબલ બ્રોકરેજ હાઉસે દેશની પ્રમુખ ગેસ કંપનીઓ માટે પોતાનું સકારાત્મક વલણ જાળવી રાખ્યું છે.

ભારતના સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) સેક્ટર પર ફરી એકવાર બ્રોકરેજ હાઉસ પોઝિટિવ જોવા મળી રહ્યા છે. ગ્લોબલ એનર્જી માર્કેટમાં ઉતાર-ચઢાવ અને સ્થાનિક સ્તરે ઇંધણના ભાવમાં વધારા વચ્ચે સિટી (Citi) હવે ગેસ કંપનીઓ માટે સારા દિવસોની અપેક્ષા રાખી રહી છે. વિદેશી બ્રોકરેજ Citi એ ઇન્દ્રપ્રસ્થ ગેસ (IGL), મહાનગર ગેસ (MGL) અને ગુજરાત ગેસ પર પોતાનું બાય (Buy) રેટિંગ જાળવી રાખતાં કહ્યું છે કે, આ સેક્ટર હવે એક આકર્ષક ગ્રોથ ફેઝમાં પ્રવેશી રહ્યું છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, મજબૂત વોલ્યુમ ગ્રોથ, ઉત્તમ પ્રાઇસિંગ પાવર, સરકારની નીતિગત મદદ અને પેટ્રોલ-ડીઝલની ઊંચી કિંમતો આગામી વર્ષોમાં આ કંપનીઓની કમાણીને નવી ગતિ આપી શકે છે. Citi નું માનવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગેસ કંપનીઓ પર ખર્ચનું દબાણ અને રેગ્યુલેટરી પડકારો રહ્યા છે પરંતુ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. સરકાર સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવા પર સતત ભાર મૂકી રહી છે, જેનાથી સીએનજી (CNG) અને પીએનજી (PNG) ની માંગમાં કાયમી વધારો જોવા મળી રહ્યો છે.

બ્રોકરેજના જણાવ્યા અનુસાર, ઉદ્યોગ હવે એવી સ્થિતિમાં પહોંચી ગયો છે, જ્યાં કંપનીઓ કિંમતોમાં વધારો કરીને પોતાના માર્જિનનું રક્ષણ કરી શકે છે. તાજેતરના મહિનાઓમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7-8% સુધીનો વધારો થયો છે. આનો ફાયદો IGL અને MGL જેવી કંપનીઓને મળ્યો છે, જેમણે CNG ના ભાવમાં પણ વધારો કરીને પોતાના નફાને સુરક્ષિત રાખ્યો છે.

ગેસ કંપનીઓ માટે સૌથી મોટો ટ્રિગર માંગમાં સતત વૃદ્ધિને માનવામાં આવી રહ્યો છે. Citi નો અંદાજ છે કે, આગામી બે વર્ષમાં IGL અને MGL ના ગેસ વોલ્યુમમાં 7% થી 8% નો વાર્ષિક ચક્રવૃદ્ધિ વૃદ્ધિ દર (CAGR) જોવા મળી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જેમ-જેમ શહેરી વિસ્તારોમાં CNG વાહનોની સંખ્યા વધશે અને ઘરેલું PNG કનેક્શનનો વિસ્તાર થશે, તેમ-તેમ આ કંપનીઓ માટે ગ્રાહકોનો આધાર પણ ઝડપથી વધશે. આ ઉપરાંત ઔદ્યોગિક એકમો પણ મોંઘા પરંપરાગત ઇંધણની સરખામણીમાં ગેસને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેનાથી ઇન્ડસ્ટ્રિયલ ગેસ ડિમાન્ડને સપોર્ટ મળી રહ્યો છે. આ જ કારણ છે કે, Citi ને આગામી વર્ષોમાં આ કંપનીઓની આવક (EPS) માં મજબૂત વધારાની અપેક્ષા છે.

બ્રોકરેજ હાઉસે ત્રણેય અગ્રણી ગેસ કંપનીઓ માટે પોતાનો સકારાત્મક દ્રષ્ટિકોણ જાળવી રાખ્યો છે. Citi એ IGL માટે 190 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. બીજીબાજુ MGL માટે 1,400 રૂપિયાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જે વર્તમાન સ્તરોથી સારો એવો અપસાઇડ (વધારો) દર્શાવે છે. ગુજરાત ગેસ માટે પણ Citi એ 490 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ રાખ્યો છે. બ્રોકરેજનું માનવું છે કે, વર્તમાન સમયમાં આ શેર પોતાના લાંબા ગાળાના સરેરાશ વેલ્યુએશન કરતા નીચે ટ્રેડ થઈ રહ્યા છે, જે રોકાણકારો માટે આકર્ષક તક બનાવે છે.

બ્રોકરેજ હાઉસે ત્રણેય અગ્રણી ગેસ કંપનીઓ માટે પોતાનો સકારાત્મક દ્રષ્ટિકોણ જાળવી રાખ્યો છે. Citi એ IGL માટે 190 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. બીજીબાજુ MGL માટે 1,400 રૂપિયાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જે વર્તમાન સ્તરોથી સારો એવો અપસાઇડ (વધારો) દર્શાવે છે. ગુજરાત ગેસ માટે પણ Citi એ 490 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ રાખ્યો છે. બ્રોકરેજનું માનવું છે કે, વર્તમાન સમયમાં આ શેર પોતાના લાંબાગાળાના સરેરાશ વેલ્યુએશન કરતા નીચે ટ્રેડ થઈ રહ્યા છે, જે રોકાણકારો માટે આકર્ષક તક બનાવે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા! 18 જૂને શેરબજારમાંથી હંમેશા માટે હટી જશે આ ‘મોટું નામ’, હવે નહીં થઈ શકે ‘ટ્રેડિંગ’
