AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking News : અમદાવાદમાં AMC ના નામે મોટું કાંડ, બોગસ ડિમોલેશન પાછળ કોણ? પોલીસ એક્શન મોડમાં ! જુઓ Video

Ahmedabad Breaking News : અમદાવાદમાં AMC ના નામે મોટું કાંડ, બોગસ ડિમોલેશન પાછળ કોણ? પોલીસ એક્શન મોડમાં ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2026 | 1:55 PM
Share

અમદાવાદના નાના ચિલોડામાં AMC ના નામે થયેલા ડિમોલેશન મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂ થઈ છે. એએમસીના અધિકારીઓ નરોડા પોલીસ મથકે પહોંચ્યા છે અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવશે.

અમદાવાદના નાના ચિલોડામાં એએમસીના નામે ડિમોલેશન કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવ્યા બાદ ગઈકાલે 24 ઓગસ્ટના રોજ એએમસી દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી હતી. અરજીની તપાસ બાદ આજે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભૂતિયા ડિમોલેશનને લઈને એએમસી તરફથી પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે. ગઈકાલે સમગ્ર મામલો કોર્પોરેશનના ધ્યાને આવ્યા બાદ અધિકારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાને લઈને પોલીસ અરજી કરવામાં આવી હતી અને હવે તેના આધારે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

સંડોવાયેલી એજન્સી વિરુદ્ધ કરવામાં આવશે કાર્યવાહી

એએમસીના અધિકારીઓએ જણાવ્યું છે કે જો આ ઘટના પાછળ કોઈ એજન્સી સંડોવાયેલી હશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એએમસીના નામે થયેલા આ ડિમોલેશન મામલે પોલીસ ફરિયાદ બાદ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે.

કોંગ્રેસના કોર્પોરેટરનો ગંભીર આરોપ

કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ ગંભીર આરોપ લગાવ્યા છે. ડિમોલિશન અંગે તાત્કાલિક ફરિયાદ નોંધાય તેવી કોંગ્રેસની માંગ છે. પ્રાઇવેટ સિક્યુરિટીના બાઉન્સરોએ કૃત્ય કર્યાનો કોંગ્રેસનો દાવો છે. કોર્પોરેશનના નામનો ખોટી રીતે ઉપયોગ કરાયો હોવાનો પણ દાવો પોલીસ કમિશનરે ઘટનામાં રસ દાખવી કારવાઈ કરવાની માંગ કરી છે. તંત્ર દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.

મેયરનું નિવેદન

ડિમોલિશનને લઈને મેયરની પણ પ્રતિક્રિય સામે આવી છે. કોર્પોરેશનને ધ્યાને આવ્યા બાદ અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. ધટનાને લઈ પોલીસ અરજી કરવામાં આવી હોવાનું મેયરનું નિવેદન છે. ડિમોલિશન પાછળ કોઈ એજન્સી હશે તો કારવાઈ કરાશે મેયર જણાવે છે.

આ પણ વાંચો, Surat Breaking News : સ્મીમેર હોસ્પિટલની ગંભીર બેદરકારી, ઉડતી સીમેન્ટ અને રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી ! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">