AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ, વરસાદમાં આપેલી રજાની કરાશે ભરપાઈ

Breaking News : સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ, વરસાદમાં આપેલી રજાની કરાશે ભરપાઈ

| Updated on: Aug 25, 2026 | 1:57 PM
Share

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રવિવારની ચાર રજાઓ રદ કરીને આ દિવસે પણ સરકારી શાળાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે અગાઉ આપવામાં આવેલી વધારાની રજાની ભરપાઈ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રવિવારની ચાર રજાઓ રદ કરીને આ દિવસે પણ સરકારી શાળાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે અગાઉ આપવામાં આવેલી વધારાની રજાની ભરપાઈ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમાં 4 રવિવારે પણ શાળા ચાલુ

જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદને પગલે વિદ્યાર્થીઓને કુલ ચાર દિવસની રજા આપવામાં આવી હતી. 24 અને 25 જુલાઈ તેમજ 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને રવિવારે પણ જવું પડશે શાળાએ

હવે આ ચાર વધારાની રજાની ભરપાઈ કરવા માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ચાર રવિવારે શાળાઓ ચાલુ રાખવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિર્ણય મુજબ 6 સપ્ટેમ્બર, 13 સપ્ટેમ્બર, 27 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરના રોજ રવિવાર હોવા છતાં સરકારી શાળાઓમાં શિક્ષણકાર્ય ચાલુ રહેશે.

અગાઉ વરસાદના કારણે આપેલી રજાની ભરપાઈ

આ નિર્ણયનો હેતુ વરસાદના કારણે થયેલા શૈક્ષણિક દિવસોના નુકસાનની ભરપાઈ કરવાનો અને વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવાનો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ ચાર રવિવારની તારીખો ખાસ નોંધવી પડશે.

આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓએ સપ્ટેમ્બર તથા ઓક્ટોબરની આ ચાર તારીખે રવિવાર હોવા છતાં શાળાએ જવાની તૈયારી રાખવી પડશે. શાળા સંચાલકો દ્વારા પણ અગાઉથી વિદ્યાર્થીઓ અને વાલીઓને આ અંગે જાણ કરવામાં આવશે, જેથી રજાના દિવસને લઈને કોઈ ગેરસમજ ન રહે અને શૈક્ષણિક કાર્ય નિયમિત રીતે આગળ વધારી શકાય.

Breaking News : જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">