AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા! 18 જૂને શેરબજારમાંથી હંમેશા માટે હટી જશે આ ‘મોટું નામ’, હવે નહીં થઈ શકે ‘ટ્રેડિંગ’

શેરબજારમાં રોકાણ કરનારા લાખો રોકાણકારો માટે એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માર્કેટની એક જાણીતી કંપનીના શેર હવે NSE અને BSE બંને એક્સચેન્જ પરથી કાયમ માટે હટી જવાના છે.

| Updated on: Jun 16, 2026 | 1:04 PM
Share
દેશની જાણીતી કંપનીના શેરધારકો માટે એક મોટા અપડેટ આવ્યા છે. કંપનીએ જણાવ્યું છે કે, તેને NSE અને BSE બંને તરફથી ડીલિસ્ટિંગની અંતિમ મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી પછી 18 જૂન 2026 થી કંપનીના શેર બંને એક્સચેન્જો પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ટૂંકમાં શેરબજાર દ્વારા આ શેરોમાં Buy-Sell બંધ થઈ જશે. આ સમાચાર એટલા માટે પણ મહત્વના છે, કારણ કે કંપનીમાં પ્રમોટર્સ કરતાં વધુ હિસ્સેદારી સામાન્ય રોકાણકારોની છે.

1 / 8
કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું કે, તેને બંને એક્સચેન્જો તરફથી ડીલિસ્ટિંગ સંબંધિત અંતિમ નોટિસ અને મંજૂરી મળી ચૂકી છે. NSE એ 11 જૂન 2026 ના રોજ જાહેર કરેલા પોતાના સર્કુલરમાં જણાવ્યું હતું કે, 18 જૂનથી જયપ્રકાશ એસોસિએટ્સના શેરોમાં ટ્રેડિંગની પરવાનગી પાછી ખેંચી લેવામાં આવશે. BSE એ પણ અલગથી નોટિસ જાહેર કરીને ડીલિસ્ટિંગને મંજૂરી આપવાની માહિતી આપી છે.

2 / 8
18 જૂન 2026 પછી જયપ્રકાશ એસોસિએટ્સનું નામ NSE અને BSE ની લિસ્ટેડ કંપનીઓની યાદીમાંથી હટી જશે. ત્યારબાદ રોકાણકારો એક્સચેન્જ પ્લેટફોર્મ પર આ શેરમાં સામાન્ય ખરીદ-વેચાણ નહીં કરી શકે. આ જ કારણ છે કે, કંપનીના લાખો શેરધારકો માટે 18 જૂન 2026 ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

3 / 8
ડીલિસ્ટિંગનો અર્થ એ છે કે, કોઈ કંપનીના શેરને શેરબજારમાંથી હટાવી દેવામાં આવે છે. સરળ રીતે સમજીએ તો, જ્યારે કોઈ શેર NSE કે BSE પર લિસ્ટેડ હોય છે, ત્યારે રોકાણકારો તેને સરળતાથી ખરીદી અને વેચી શકે છે. જો કે, ડીલિસ્ટિંગ પછી તે શેરમાં સ્ટોક એક્સચેન્જ પર કારોબાર બંધ થઈ જાય છે. ટૂંકમાં, શેર તમારા ડીમેટ ખાતામાં તો રહી શકે છે પરંતુ તેને પહેલાની જેમ બજારમાં વેચવાનું સરળ હોતું નથી.

4 / 8
આ કોઈ સામાન્ય ડીલિસ્ટિંગ નથી. સામાન્ય રીતે જ્યારે કંપનીઓ સ્વેચ્છાએ ડીલિસ્ટ થાય છે, ત્યારે અલગ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. જો કે, જયપ્રકાશ એસોસિએટ્સનો મામલો અલગ છે. આખી પ્રક્રિયા ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ એટલે કે IBC હેઠળ ચાલી છે. કંપની નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી હતી અને મામલો NCLT પહોંચ્યો હતો. ત્યારબાદ સમાધાન યોજના એટલે કે રેઝોલ્યુશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો. NCLT ની અલ્હાબાદ બેન્ચે 17 માર્ચ 2026 ના રોજ આ યોજનાને મંજૂરી આપી હતી. તે મંજૂરી પછી જ ડીલિસ્ટિંગનો રસ્તો સાફ થયો.

5 / 8
જેપી ગ્રુપ ક્યારેય ભારતના સૌથી ચર્ચિત બિઝનેસ ગ્રુપોમાંનું એક હતું. કંપનીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, સિમેન્ટ અને રિયલ એસ્ટેટમાં મોટો વિસ્તાર કર્યો હતો. જો કે, સમયની સાથે વધતું દેવું કંપની માટે સૌથી મોટો પડકાર બની ગયું. પ્રોજેક્ટ્સમાં વિલંબ, રોકડ સંકટ અને વધતા નાણાકીય દબાણે કંપનીની સ્થિતિ નબળી પાડી દીધી. આખરે મામલો નાદારી પ્રક્રિયા (દિવાળિયા પ્રક્રિયા) સુધી પહોંચ્યો અને NCLT ની દેખરેખ હેઠળ સમાધાન પ્રક્રિયા શરૂ થઈ.

6 / 8
જયપ્રકાશ એસોસિએટ્સના કિસ્સામાં આનો અર્થ એ છે કે, 18 જૂન 2026 પછી કંપનીના શેર NSE અને BSE પર ટ્રેડ થશે નહીં. જો કોઈ રોકાણકાર પાસે કંપનીના શેર છે, તો તે તેના ખાતામાં રહેશે પરંતુ એક્સચેન્જ પર તેની સામાન્ય ખરીદ-વેચાણ થઈ શકશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો, કંપની શેરબજારની યાદીમાંથી બહાર થઈ જશે અને તેનો શેર હવે પહેલાની જેમ બજારમાં જોવા મળશે નહીં.

7 / 8
જો તમારી પાસે ડીલિસ્ટ થનારી કંપનીના શેર હોય, તો તમારે કંપની અથવા રિઝોલ્યુશન પ્લાન સાથે જોડાયેલા નિયમોને ધ્યાનથી જોવા જોઈએ. ડીલિસ્ટિંગ પછી શેરની લિક્વિડિટી (તરલતા) ઘણી ઓછી થઈ જાય છે અને તેને વેચવો સરળ રહેતો નથી.

8 / 8

Breaking News: ભારતની એક એવી કંપની જેના શેર ખરીદવા માટે લાખો લોકોની લાગી લાઇન… 4,04,44,411 ખરીદ ઓર્ડર બાકી, વેચનારાઓની સંખ્યા શૂન્ય!

Follow Us
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ

શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન

જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video

3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ

14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ

Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ

દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ

સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video

ગોડાદરા રોડ પર કાપડ માર્કેટના વેપારીઓ 7 દિવસથી દુકાન નથી ખોલી શક્યા

g clip-path="url(#clip0_868_265)">