AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનું-ચાંદી મોંઘું થશે…! આ મોટા પરિબળો આગામી ચાલ નક્કી કરશે, બદલાઈ જશે ‘આખો ખેલ’

મોંઘવારી અને વૈશ્વિક બજારની હલચલ વચ્ચે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ કઈ દિશામાં જશે, તેના પર સૌ કોઈની નજર રહેલી છે. બજારના નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં તેજીનું વલણ જળવાઈ શકે છે પરંતુ તે પહેલાં કેટલાક મોટા પરિબળો ભાવની ચાલ નક્કી કરશે.

| Updated on: Aug 24, 2026 | 3:36 PM
Share
સોના અને ચાંદીના ભાવમાં આ અઠવાડિયે પણ તેજી ચાલુ રહેવાની શક્યતા છે. જો કે, ઊંચા સ્તરે કેટલાક રોકાણકારો નફો (પ્રોફિટ બુકિંગ કરી શકે છે) કમાઈ શકે છે, જેનાથી તેજીની ઝડપ થોડી ધીમી પડી શકે છે. ગયા અઠવાડિયે સોનાનો વાયદો 5.13 ટકા વધીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1.62 લાખની નજીક પહોંચી ગયો હતો. બીજી તરફ ચાંદી 4.52 ટકા વધીને પ્રતિ કિલોગ્રામ રૂ. 2.46 લાખ પર પહોંચી ગઈ હતી. આ બધા વચ્ચે કેટલાંક કારણો સોના અને ચાંદીના ભાવ પર અસર કરી શકે છે.

1 / 7
બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી ટ્રેડિંગ દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેવાની શક્યતા છે. જેએમ ફાઇનાન્શિયલ સર્વિસિસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ મેરે જણાવ્યું હતું કે, ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ થવાની શક્યતાને નકારી શકાય નહીં. તેમણે ઉમેર્યું હતું કે, આવનારા ટ્રેડિંગ સેશનમાં બજારનું વલણ સકારાત્મક રહેવાની ધારણા છે પરંતુ કેટલાક રોકાણકારો નફો પણ બુક કરી શકે છે.

2 / 7
અમેરિકાના Core PCE ફુગાવાના આંકડા અને GDP ના આંકડા બુલિયન માર્કેટ (સોના-ચાંદી બજાર) માટે મુખ્ય સંકેત આપશે. આ સિવાય પશ્ચિમ એશિયા સાથે જોડાયેલી જીઓ-પોલિટિકલ ઘટનાઓ પણ મહત્વપૂર્ણ રહેશે. ખાસ કરીને અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતી અને Strait of Hormuz (હોર્મુઝની સામુદ્રધુની) ને ફરીથી ખોલવા સાથે જોડાયેલી બાબતો પર રોકાણકારોની નજર રહેશે.

3 / 7
એલકેપી સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ અઠવાડિયે સોનામાં તેજી જળવાઈ રહી અને તે MCX પર પ્રતિ 10 ગ્રામ રૂ. 1.62 લાખની નજીક બંધ થયો. તેમના જણાવ્યા મુજબ, બુલિયનમાં ફરીથી વધેલી ખરીદી, બોન્ડ યીલ્ડમાં નરમ વલણ અને બજારમાં રોકડની સુધરેલી સ્થિતિને કારણે સોનાની તેજીને ટેકો મળ્યો છે.

4 / 7
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીના ભાવમાં મજબૂત તેજી જોવા મળી હતી. અમેરિકાના કોમેક્સ બજારમાં ડિસેમ્બર ડિલિવરીવાળો સોનાનો વાયદો 243.3 ડોલર એટલે કે 5.5 ટકા વધીને 4,680.6 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચી ગયો હતો. ન્યૂયોર્કમાં સપ્ટેમ્બર ડિલિવરીવાળી ચાંદીનો વાયદો 4.42 ડોલર એટલે કે લગભગ 7 ટકા વધીને 69.53 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચી ગયો હતો.

5 / 7
એક્સપર્ટના જણાવ્યા મુજબ, અઠવાડિયાની વચ્ચે ભાવમાં આ તીવ્ર ઉછાળો યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા રોકડ સંબંધિત ઉપાયો બાદ આવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે લાંબાગાળાના બોન્ડ્સની પોતાની પુનઃખરીદી (બાયબેક) વધારવા માટેના પગલાંની જાહેરાત કરી હતી.

6 / 7
27 થી 29 ઓગસ્ટ દરમિયાન યોજાનારી 'જેક્સન હોલ' બેઠક પર પણ બુલિયન માર્કેટના વેપારીઓની નજર રહેશે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વોર્શ પોતાનું પહેલું મુખ્ય પ્રવચન આપવાના છે. બુલિયન માર્કેટના વેપારીઓ આ પ્રવચનને પણ ખૂબ જ નજીકથી ધ્યાનપૂર્વક જોશે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Gold ETF અને Gold Fund માં ફરી કરી શકાશે ‘રોકાણ’, દેશના 4 અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ હાઉસનો ‘મોટો નિર્ણય’

Follow Us
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો

કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી

બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર

લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'

અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ

શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'

Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન

જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
g clip-path="url(#clip0_868_265)">