ભારતની સ્ટાર ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ, 16 વર્ષની સફળ કારકિર્દીનો આવ્યો અંત
ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન રાની રામપાલે નિવૃત્તિની જાહેરાત કરી હતી. રાની રામપાલની 16 વર્ષ લાંબી કારકિર્દીનો અંત આવતા જ ભારતીય વુમન્સ હોકીમાં એક યુગનો અંત થયો હતો. રાની રામપાલ ભારતની સૌથી સફળ કપ્તાન અને ખેલાડી હતી. રાની રામપાલની વિદાયથી ભારતીય હોકીને તેની મોટી ખોટ પડશે. જોકે નિવૃત્તિ બાદ પણ રાની રામપાલ હોકી સાથે જોડાયેલી રહેશે અને કોચ તરીકે પોતાની સેવા આપશે.
Most Read Stories