ટેનિસ

ટેનિસ

ટેનિસની રમત ફ્રાન્સમાં 12મી સદીમાં શરૂ થઈ હતી. આ રમતમાં ક્રાંતિકારી પરિવર્તન 16મી સદીમાં આવ્યું જ્યારે પ્રથમ વખત રેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો. 19મી સદીના અંતમાં, આ રમત ખુલ્લા વિસ્તારોમાં રમવાનું શરૂ થયું, તેથી તેને લૉન ટેનિસ પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ટેનિસની રમતમાં રબર બોલનો ઉપયોગ કરવામાં આવે છે. ટેનિસ 2 અથવા 4 ખેલાડીઓ રમી શકે છે. ટેનિસમાં, 2 ખેલાડીઓની મેચને સિંગલ્સ અને 4 ખેલાડીઓની મેચને ડબલ્સ કહેવામાં આવે છે. આ રમતમાં, ખેલાડીઓ કોર્ટના બે છેડે ઉભા રહે છે અને મધ્યમાં જાળી હોય છે.

આજે ટેનિસની રમત વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. કરોડો લોકો આ રમત જુએ છે. વિશ્વ સ્તરે ટેનિસમાં ચાર મોટી સ્પર્ધાઓ છે, જેને ગ્રાન્ડ સ્લેમ કહેવામાં આવે છે. વર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના રૂપમાં જાન્યુઆરીમાં યોજાય છે. આ પછી ફ્રેન્ચ ઓપન અને પછી ત્રીજી ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન છે. યુએસ ઓપનનું આયોજન વર્ષના અંતે અમેરિકામાં થાય છે. વિમ્બલ્ડન ગ્રાસ કોર્ટ પર રમાય છે. ફ્રેન્ચ ઓપન લાલ કાંકરી પર રમાય છે. યુએસ ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપન મિશ્ર કોર્ટમાં યોજાય છે, જેને હાર્ડ કોર્ટ કહેવામાં આવે છે.

Read More

Paris Olympics 2024: ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ નિવૃત્તિની જાહેરાત કરી, પેરિસ ઓલિમ્પિકમાં રમી છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ

ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ આંતરરાષ્ટ્રીય ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી, જ્યાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

Paris Olympics 2024: એટલાન્ટા ઓલિમ્પિકમાં લિએન્ડર પેસના જાદુએ 44 વર્ષના દુષ્કાળનો કર્યો અંત

33મી ઓલિમ્પિક 26મી જુલાઈથી પેરિસમાં શરૂ થશે. 19 દિવસ સુધી ચાલનારા આ ખેલ મહાકુંભમાં 10 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 118 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમાંથી ત્રણ એથ્લેટ ટેનિસ માટે ક્વોલિફાય થયા છે, જેમની નજર ઓલિમ્પિક મેડલ માટે હશે. અત્યાર સુધી ભારત આ રમતમાં માત્ર એક જ મેડલ જીતવામાં સફળ રહ્યું છે. આજે આપણે 1996માં યોજાયેલા એટલાન્ટા ઓલિમ્પિકની એ જ કહાની વિશે જાણીશું, જ્યારે લિએન્ડર પેસે આ ઈતિહાસ રચ્યો હતો.

Paris 2024: ઓલિમ્પિક પહેલા ભારતીય ટેનિસ સ્ટાર માટે આવ્યા સારા સમાચાર, કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી

ઓલિમ્પિક પહેલા ભારતીય ટેનિસ સ્ટાર સુમિત નાગલ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુમિત નાગલે લેટેસ્ટ ATP રેન્કિંગમાં 68મો ક્રમાંક હાંસલ કરી કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે. 26 વર્ષીય નાગલને ATP રેન્કિંગમાં પાંચ સ્થાનનો ફાયદો થયો છે. ઓલિમ્પિક પહેલા સુમિત નાગલની રેન્કિંગમાં મોટી છલાંગ ભારતના ઓલિમ્પિક અભિયાન માટે ખૂબ જ સારા સમાચાર છે.

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">