કોણ છે WWEનો સૌથી નાનો રેસલર ? 4 ફૂટના આ ખતરનાક રેસલરે The Great Khali સાથે પણ કરી છે ફાઈટ
WWE News : જ્યારે પણ આપણે રેસલર શબ્દ સાંભળીએ છીએ, ત્યારે આપણા મગજમાં ઊંચા, સ્નાયુબદ્ધ શરીરવાળા લોકો દેખાવા લાગે છે. પણ WWEની રેસલિંગ રિંગમાં ઓછી ઊંચાઈ ધરવાતા અને રમૂજી રેસલર્સ પણ જોવા મળ્યા છે. ચાલો જાણીએ આવા રેસલર અંગેની રસપ્રદ વાતો.

આ 4.5 ફૂટ ઉંચો રેસલરનું નામ હોર્ન્સવોગલ છે. હોર્ન્સવોગલ 'લિટલ બાસ્ટર્ડ', 'શોર્ટ સ્ટેક', 'ધ બિગ ડીલ ઇન ધ રિંગ'ના નામોથી પણ ઓળખાય છે. પરંતુ વોગેલનું અસલી નામ ડાયલન માર્ક પોસ્ટલ છે. ડાયલનનો જન્મ 1986માં અમેરિકામાં થયો હતો.

હોર્ન્સવોગલે વર્ષ 2006માં તેની WWE કરિયરની શરૂઆત કરી હતી. તેણે લિટલ બાસ્ટર્ડના નામથી સ્મેકડાઉનમાં પ્રવેશ કર્યો. વર્ષ 2007માં તેણે પોતાનું નામ બદલીને હોર્ન્સવોગલ રાખ્યુ. તેના બીજા શોમાં, હોર્ન્સવોગલે જ્હોન લેફિલ્ડ અને માઈકલ કોલ પર હુમલો કર્યો હતો.

એકવાર, હોર્ન્સવોગલે ધ ગ્રેટ ખલી સાથે રિંગમાં ઉતર્યો હતો. જે તેમના કરતા 3 ફૂટ ઊંચા હતા. સર્વાઈવર સિરીઝ 2007માં હોર્ન્સવોગલે ધ ગ્રેટ ખલીનો સામનો કર્યો. ખલીએ આ મેચમાં હોર્ન્સવોગલને હરાવ્યો હતો.

હોર્ન્સવોગલ WWE ના સૌથી રમૂજી રેસલર્સમાંથી એક હતો. તે ઘણીવાર મહિલા રેસલર્સ સાથે મસ્તી કરતો હતો. તે ઘણા દિગ્ગજ સુપરસ્ટાર્સને પણ હેરાન કરતો હતો.

હોર્ન્સવોગલ ઘણા વર્ષોથી WWE નો ભાગ હતો. તે છેલ્લી વખત વર્ષ 2020માં wweમાં દેખાયો હતો.