પ્રો કબડ્ડી 2023 : ડિફેન્ડિંગ ચેમ્પિયનની કારમી હાર, પુણેરી પલ્ટને 4 પોઈન્ટની લીડ મેળવી પેન્થર્સને હરાવ્યા
2 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં પ્રો કબડ્ડી લીગની ધમાકેદાર શરુઆત થઈ હતી. એક બાદ દર્શકોને રોમાંચક કબડ્ડી મેચ જોવા મળી હતી. આજે પ્રો કબડ્ડી લીગમાં જયપુર પિંક પેન્થર્સ અને પુણેરી પલ્ટન વચ્ચે રોમાંચક કબડ્ડી મેચ યોજાઈ હતી. જયપુર પિંક પેન્થર્સના માલિક અભિષેક બચ્ચને પણ પોતાની ટીમને સ્પોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યો હતો.

જયપુર પિંક પેન્થર્સ ટોસ જીતીને પહેલા પુણેરી પલ્ટનને રેઈડ કરવાની તક આપી હતી. પુણેરી પલ્ટનના અસલમે સફળ રેઈડ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી. રમતની પહેલી 13 મિનિટમાં ત્રણ ડૂ ઓર ડાઈ રેઈડ જોવા મળી હતી.

પ્રથમ હાફમાં પુણેરી પલ્ટનની ટીમ ઓલઆઉટ થઈ હતી. પ્રથમ હાફમાં વાર અને પલટવાર જોવા મળ્યો હતો. પ્રથમ હાફમાં 14-18ના સ્કોરથી જયપુરની ટીમ લીડ કરતી જોવા મળી હતી.

પ્રથમ હાફમાં પુણેરી પલ્ટને 8 રેઈડ પોઈન્ટ, 5 ટેકલ પોઈન્ટ અને 1 એક્સ્ટ્રા પોઈન્ટ મેળવ્યો હતો. જ્યારે જયપુર પિંક પૈથર્સની ટીમે 12 રેઈડ પોઈન્ટ, 1 ટેકલ પોઈન્ટ, 2 ઓલઆઉટ પોઈન્ટ અને 3 એક્સ્ટ્રા પોઈન્ટ મેળવ્યા હતા.

જયપુર પિંક પેન્થર્સના અર્જુન દેશવાલે પ્રથમ હાફમાં પોતાની ટીમને 8 પોઈન્ટ અપાવ્યા હતા. અર્જુન દેશવાલ સિઝન 09નો સૌથી વેલ્યુએબલ પ્લેયર હતો.

જયપુર પિંક પેન્થર્સે બીજા હાફમાં 12 રેઈડ પોઈન્ટ, 3 ટેકલ પોઈન્ટ મેળવ્યા હતા. પુણેરી પલ્ટનની ટીમે બીજા હાફમાં 11 રેઈડ પોઈન્ટ, 8 ટેકલ પોઈન્ટ, 4 ઓલઆઉટ પોઈન્ટ મેળવ્યા હતા. પુણેરી પલ્ટનની ટીમે 5 પોઈન્ટની લીડ મેળવી હતી. પુણેરી પલ્ટનના અસલ્મ ઈનામદારે પોતાની ટીમને સૌથી વધારે 10 પોઈન્ટ અપાવ્યા હતા. જ્યારે જયપુર પિંક પેન્થર્સના અર્જુન દેશવાલ 17 પોઈન્ટ મેળવવા છતા ટીમને જીતાડી શક્યો ના હતો.