તમિલના થલાઈવાઝની સામે ના ચાલી દિલ્હીની દબંગગીરી, અજિંક્ય પવાર હીરાની જેમ ચમક્યો
અમદાવાદમાં પ્રો કબડ્ડી લીગની ધમાકેદાર શરુઆત બાદ આજે બીજા દિવસે પ્રથમ મેચ તમિલ થલાઈવાસ અને દબંગ દિલ્હીની ટીમો વચ્ચે રમાઈ હતી. બંને ટીમોના ખેલાડીઓએ મજેદાર દાવપેચની મદદથી પોતાની ટીમને લીડ અપાવવાનો પ્રયત્ન કર્યો હતો.

દબંગ દિલ્હીની ટીમે ટોસ જીતીને તમિલ થલાઈવાઝ પહેલી રેઈડ કરવાની તક આપી હતી. તમિલ થલાઈવાઝ તરફથી રેઈડર નરેન્દ્રે પહેલી સફળ રેઈડ કરી હતી. જ્યારે દંબગ દિલ્હી તરફથી નવીન કુમારે પહેલી સફળ રેઈડ કરી હતી. (PC- Pro Kabaddi)

પ્રથમ હાફની 6 મિનિટની અંદર તમિલ થલાઈવાઝે પોતાના રિવ્યૂ ગુમાવી દીધા હતા. દિલ્હીની ટીમ તરફથી રમી રહેલો વિશાલ ભારદ્વાજ 100મી પ્રો કબડ્ડી મેચ રમી રહ્યો હતો. 9મી મિનિટે પહેલા ટાઈમ આઉટ સુધી બંને ટીમનો સ્કોર 6-6થી બરાબર રહ્યો હતો. પ્રથમ હાફની 17મી મિનિટમાં દંબગ દિલ્હીની ટીમ ઓલઆઉટ થઈ હતી. પ્રથમ હાફના અંતિમ સમયમાં નવીન કુમારે 3 ખેલાડીને આઉટ કરીને સુપર રેઈડ કરી હતી. તે સમયમાં તમિલ થલાઈવાઝની ટીમે સુપર ટેકલ કરીને બતાવી હતી. પ્રથમ હાફમાં દંબગ દિલ્હીના નરેન્દ્રને 3 વાર આઉટ થઈને બહાર જવુ પડયુ હતુ. (PC- Pro Kabaddi)

તમિલ થલાઈવાઝનો અજિંક્ય પવાર આજે હીરાની જેમ ચમક્યો હતો. રેઈડ સહિત તેણે ઓલરાઉન્ડર તરીકેનું પ્રદર્શન કર્યુ હતુ. તેના પ્રદર્શનને કારણે તમિલ થલાઈવાઝની ટીમને 21 પોઈન્ટ અપાવીને શાનદાર જીત મેળવી હતી. (PC- Pro Kabaddi)

પ્રથમ હાફમાં 18-14 સાથે સ્કોર તલિમ થલાઈવાઝના પક્ષમાં રહ્યો હતો. પ્રથમ હાફમાં તમિલ થલાઈવાઝે 8 રેઈડ પોઈન્ટ, 7 ટેકલ પોઈન્ટ, 2 ઓલઆઉટ પોઈન્ટ અને 1 એક્સ્ટ્રા પોઈન્ટ મેળવ્યા હતા. જયારે દંગબ દિલ્હીની ટીમે 10 રેઈડ પોઈન્ટ અને 4 ટેકલ પોઈન્ટ મેળવી શકી હતી. નવીન કુમારે પ્રથમ હાફમાં 7 પોઈન્ટ મેળવ્યા હતા. (PC- Pro Kabaddi)

દિલ્હીની ટીમ આજે 2 વાર ઓલઆઉટ થઈ હતી. બીજા હાફના અંતમાં સ્કોર 41-30ના સ્કોર સાથે તમિલ થલાઈવાઝે મેચ જીતીને પ્રો કબડ્ડીની 10મી સિઝનમાં વિજયી શરુઆત કરી હતી. બીજા હાફમાં પણ તમિલ થલાઈવાઝનો દબદબો જોવા મળ્યો હતો. (PC- Pro Kabaddi)