AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાળપણમાં પિતાનું નિધન, 16 વર્ષનો હતો તો અકસ્માતમાં પગ કાપવો પડ્યો, માતાએ હિંમત આપી દિકરાને આગળ વધાર્યો

ભારતના સુમિત અંતિલે ભારતને પેરાલિમ્પિકમાં ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો. તેણે પેરાલિમ્પિક્સ 2024ની F64 ફાઇનલમાં 70.59 મીટરના અંતરે જેવલિન થ્રો કરીને માત્ર ગોલ્ડ જ જીત્યો નથી પણ નવો પેરાલિમ્પિક રેકોર્ડ પણ બનાવ્યો. તો પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડમેડલ જીતનાર અંતિલના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Sep 04, 2024 | 7:18 AM
Share
સુમિત અંતિલનો જન્મ 7 જૂન 1998 હરિયાણાના સોનીપતમાં થયો છે. તે એક ભારતીય પેરાલિમ્પિયન અને જેવલિન થ્રોનો ખેલાડી છે. તેણે 2020 ટોક્યો પેરાલિમ્પિક્સ અને 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની ભાલા ફેંક F64 ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.

1 / 12
 આ સાથે તેમણે 68.55 મીટર અને 70.59 મીટરના થ્રો સાથે બંને વખત નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે. તે વર્લ્ડ પેરા ચેમ્પિયનશિપમાં બે વખતનો ગોલ્ડ મેડલ વિજેતા છે. 2022માં અંતિલે એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

2 / 12
સુમિત અંતિલનું સપનું પિતાની જેમ ઈન્ડિયન આર્મીમાં જવાનું હતુ, પરંતુ બિમારીના કારણે તેના પિતાનું નિધન થયું ત્યારે સુમિત માત્ર 7 વર્ષનો હતો. પરંતુ આ સમયે તેમની માતાએ હિંમત ન હારી અને સુમિતને રમતગમતમાં આગળ વધાર્યો.

3 / 12
પિતાના નિધન બાદ તેની માતાએ તેને રમતગમત માટે પ્રેરિત કર્યો હતો. સુમિતને ત્રણ બહેનો છે, કિરણ, સુશીલા અને રેણુ. સુમિતનું દુખ ક્યારે પણ ઓછું ન થયું અને તેનું જીવન સંધર્ષ ભર્યું રહ્યું છે.

4 / 12
સુમિતને લાઈફમાં માતાનો ખુબ જ સપોર્ટ રહ્યા છે. જેના કારણે આજ સુમિત અહિ સુધી પહોંચ્યો છે.

5 / 12
સુમિત અંતિલ અને શીતલની સગાઈ વર્ષ 2022માં થઈ હતી. બંન્ને લગ્નના બંધનમાં બંઘાય ચૂક્યા છે.

6 / 12
અકસ્માત સમયે પણ તેની માતા હારી નહિ અને દિકરાને હિંમત આપી, માતાએ કહ્યું શાંતિ રાખ બધું જ ઠીક થઈ જશે.આ ઘટના 2015માં બની હતી અને 2017માં સુમિતે પેરા સ્પોર્ટ્સમાં જોડાવાનું નક્કી કર્યું. અને અહીંથી સુમિતની ભાલા ફેંકમાં પેરાલિમ્પિક ચેમ્પિયન બનવાની સફર શરૂ થઈ.

7 / 12
  તેણે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં કોચ નવલ સિંહની દેખરેખ હેઠળ ટ્રેનિંગ શરૂ કરી. શરૂઆતમાં તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેના સમર્પણ અને મહેનતથી તેણે અંતે બધું જ પાર કરી લીધું.

8 / 12
2017માં સુમિતે દિલ્હીમાં નીતિન જયસ્વાલ હેઠળ તાલીમ શરૂ કરી, અને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મમાં સ્પર્ધા કરી. તેણે નેશનલ લેવલે જેવલિન થ્રોમાં પોતાની તાકાત દેખાડી હતી.

9 / 12
2019માં ઇટાલીમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસમાં તેણે F64 કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. ત્યારબાદ તેણે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, દુબઈ, 2019માં સિલ્વર મેડલ જીત્યો અને આ સાથે F64 કેટેગરીમાં પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.

10 / 12
30 ઓગસ્ટ 2021ના રોજ 2020 સમર પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંક F64માં 68.55 મીટરના વર્લ્ડ રેકોર્ડ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. 2 સપ્ટેમ્બર 2024ના રોજ 2024 સમર પેરાલિમ્પિક્સમાં જેવલિન થ્રો F64માં 70.59 મીટરના નવા પેરાલિમ્પિક રેકોર્ડ થ્રો સાથે ફરીથી ગોલ્ડ મેડલ જીત્યો.

11 / 12
સુમિત અંતિલને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો છે. જેમાં 2021 ખેલ રત્ન પુરસ્કાર, ભારતનું સર્વોચ્ચ રમત સન્માન, 2022 પદ્મશ્રી એવોર્ડ,2024 સ્પોર્ટ્સમેન ઓફ ધ યર (પેરાસ્પોર્ટ્સ)

12 / 12
g clip-path="url(#clip0_868_265)">