Paris Olympics 2024 : ઐતિહાસિક ઓપનિંગ સેરેમની, જાણો ભારતીય સમય પ્રમાણે ક્યારે યોજાશે ઈવેન્ટ
પેરિસ ઓલિમ્પિક 2024નું આયોજન 26 જુલાઈથી શરુ થશે. ઓપનિંગ સેરેમનીને લઈ પેરિસ સંપૂર્ણ રીતે તૈયાર છે. ખાસ વાત તો એ છે કે, આ વખતે ઓપનિંગ સેરેમની પહેલાથી થોડી જ ખાસ હશે.

26 જૂલાઈથી પેરિસ ઓલિમ્પિક શરુ થવા જઈ રહી છે. જેને લઈ ફ્રાન્સની રાજધાનીમાં સંપૂર્ણ તૈયારીઓ પુરી કરી લીધી છે. ખાસ વાત તો એ છે કે, પહેલી વખત ઓલિમ્પિકમાં કાંઈ નવું જોવા મળશે. જેને લઈ પેરિસ 2024ની ઓપનિંગ સેરેમની ઐતિહાસિક બની ગઈ છે.

પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની ઐતિહાસિક હોવાનું કારણ છે , ઓપનિંગ સેરેમની સ્ટેડિયમની બહાર થશે. ઓલિમ્પિકના ઈતિહાસમાં આવું પહેલી વખત થશે.

સ્ટેડિયમની બહાર થનારી ઓપનિંગ સેરેમની પરેડ દરમિયાન અંદાજે 100 હોડી રમતમાં ભાગ લેવા આવેલા 10500 એથલિટને લઈ સીન નદીમાં તરતી જોવા મળશે.

પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની જોવા માટે અંદાજે 6 લાખ લોકો આવવાની સંભાવના છે. ઓપનિંગ સેરેમની માટે 222000 ફ્રિ ટિકિટ , જ્યારે 10400 પેઇડ ટિકિટ રાખવામાં આવી છે.આ રીતે, તે અત્યાર સુધીના સૌથી વધુ ચાહકો સાથેનો ઓલિમ્પિક સમારોહ પણ બની જશે.

ઓપનિંગ સેરેમની માટે પેરિસમાં 80 મોટી સ્ક્રિન લગાવવામાં આવશે. જેનાથી આખા શહેરના લોકો આને જોઈ શકે, તેમજ દુનિયાભરમાં અંદાજે દોઢ અરબ લોકો જોવાની આશા છે.

ઓપનિંગ સેરેમની માટે પેરિસમાં 80 મોટી સ્ક્રિન લગાવવામાં આવશે. જેનાથી આખા શહેરના લોકો આને જોઈ શકે, તેમજ દુનિયાભરમાં અંદાજે દોઢ અરબ લોકો જોવાની આશા છે.






































































