Paris Olympic 2024 : ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર, પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીનો થયો અકસ્માત
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેમાં ખેલાડીની કારનો અકસ્માત થયો છે. તેમની માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગર ઈન્ડિયા હાઉસમાં એક સમારોહમાંથી પરત ફરી રહી હતી. તે દરમિયાન કારમાં તેના માતા-પિતા અને ભાઈ સવાર હતા. તે દરમિયાન એક કારે તેમની ગાડીને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો.

પેરિસ ઓલિમ્પિક વચ્ચે ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ગોલ્ફર દિક્ષા ડાગર કાર અકસ્માતનો ભોગ બની છે. જોકે, તેને કોઈ ઈજા થઈ નથી. તેની માતાને ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે પેરિસ ઓલિમ્પિકમાં મહિલા ગોલ્ફ ઈવેન્ટ 7 થી 10 ઓગસ્ટ સુધી યોજાવાની છે. દરમિયાન દીક્ષાની મેચ 7મી ઓગસ્ટે યોજાશે. ભારત તરફથી મહિલા ગોલ્ફ ઈવેન્ટમાં દીક્ષા સિવાય અદિતિ અશોક પણ ભાગ લઈ રહી છે.

દીક્ષા પેરિસમાં પોતાના બીજા ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે. દીક્ષા ડાગરની કારનો અકસ્માત 30 જુલાઈની સાંજે પેરિસમાં થયો હતો.આ ઘટના બાદ દીક્ષાના પિતા કર્નલ નિરંદર ડાગરે કહ્યું કે, દીક્ષા સંપૂર્ણ સ્વસ્થ છે. તેમજ તે ઈવેન્ટમાં ભાગ પણ લેશે.

પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન દીક્ષા ડાગર પેરિસમાં તેની બીજી ઓલિમ્પિક રમી રહી છે. 23 વર્ષની દીક્ષા ડાગરે ગત ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો.દીક્ષા ઓલિમ્પિક અને ડેફલિમ્પિક્સ બંનેમાં ભાગ લેનારી પ્રથમ ગોલ્ફર બની હતી.
