Lionel Messiને ફેરવેલ મેચમાં મળી હાર, 2 વર્ષ બાદ PSGનો સાથ છોડ્યો

Lionel Messi, Barcelona:આર્જેન્ટિનાનો પ્રખ્યાત ફૂટબોલર લિયોનલ મેસ્સી એ વર્ષ 2021માં મજબૂરીમાં વાર્સિલોના ફૂટબોલ ક્લબ છોડવું પડ્યું હતું. ત્યાર બાદ તે ફ્રાન્સના PSG કલબ સાથે જોડાયો હતો. આજે તેણે આ ક્લબનો પણ સાથ છોડતા, તેની બાર્સેલોનામાં વાપસીની ચર્ચા શરુ થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 5:00 PM
 PSG ફૂટબોલ કલબ એ ફ્રાંસીસી લીગનો ખિતાબ પહેલાથી જ પોતાને નામ કરી લીધો હતો. પણ મેસ્સીની છેલ્લી મેચમાં PSG જીતી શક્યું ન હતું. PSG કલબ 11મી વાર ફ્રાંસીસી લીગનો ખિતાબ જીત્યું છે.

1 / 5
 લિયોનેલ મેસ્સી આજે PSG માટે છેલ્લી ફૂટબોલ મેચ રમ્યો હતો. આજે છેલ્લી મેચમાં મેસ્સીની ટીમ PSGને ક્લેરમોન્ટ સામે 3-2ના સ્કોરથી હારનો સામનો કરવો પડયો હતો.  દર્શકોની હૂટિંગ વચ્ચે મેસ્સીએ PSG માટે આ છેલ્લી મેચ રમી હતી.

2 / 5
મેચ પહેલા મેસ્સી અન્ય ખેલાડીઓને જેમ પોતાના બાળકો સાથે ખુશ થઈને મેદાન પર આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, આ બે વર્ષ માટે હું ક્લબ, પેરિસ શહેર અને તેમના લોકોનો આભાર માનું છું.  આવનારા સમયમાં મેસ્સી બાર્સેલોનામાં વાપસી કરી શકે છે. તે સાઉદી ફૂટબોલ કલબમાં જોડાઈ શકે છે તેવી પણ ચર્ચા થઈ રહી છે.

3 / 5
છેલ્લા 2 વર્ષમાં મેસ્સી PSG માટે 74 મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે 32 ગોલ અને 35 ગોલ અસિસ્ટ કર્યા હતા. મેસ્સીના આ 2 વર્ષ દરમિયાન PSG એ 2 ફ્રાંસીસી લીગ અને ફ્રાંસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.

4 / 5
35 વર્ષના મેસ્સી એ બાર્સિલોના માટે 778 મેચમાં 672, PSG માટે 74 મેચ રમીને 32 ગોલ અને આર્જેન્ટિના માટે 174 મેચ રમીને 102 ગોલ કર્યા છે. તેણે કુલ 1026 મેચ રમીને 806 ગોલ કર્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">