Deepa Malik Family Tree : દીપા મલિકે લકવાગ્રસ્ત થયા પછી પણ સફળતા મેળવી, પુત્રી પણ માતા સાથે જીતી ચૂકી છે અનેક મેડલ

મહિલાઓને શક્તિનું પ્રતિક આમજ કહેવામાં આવતું નથી, આજે અમે એવા જ એક વ્યક્તિત્વ વિશે જણાવીશું જેમણે માત્ર પોતાની શારીરિક અક્ષમતા સામે જ લડત નથી આપી પરંતુ પોતાના કામ દ્વારા ભારતનું ગૌરવ પણ બની છે. તો ચાલો જાણીએ આવી મહાન ખેલાડી દીપા મલિક (Deepa Malik)વિશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 6:32 PM
દીપાનો જન્મ 30 સપ્ટેમ્બર 1970ના રોજ હરિયાણાના સોનીપત જિલ્લાના ભૈસ્વાલ ગામમાં થયો હતો. તેમના પિતા એક કર્નલ બીકે નાગપાલ હતા. દીપાના પતિ કર્નલ વિક્રમ સિંહ છે, તેમને બે દીકરીઓ દેવિકા અને અંબિકા છે. આજે દીપા મલિકનો જન્મદિવસ છે તો તેના વિશે જાણીએ.

1 / 6
દીપા મલિકે ઉત્સાહ અને જોમનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. દીપા 52 વર્ષની છે અને તેની પાસે ગોલ્ડ મેડલનો ઢગલો છે. દીપા મલિકનો દબદબો માત્ર પોતાના દેશમાં જ નથી, તે વિદેશોમાં પણ પોતાની રમત પ્રતિભા સાબિત કરી ચૂકી છે. દીપા શૉટ પુટર સિવાય સ્વિમર, બાઇકર, જેવલિન અને ડિસ્કસ થ્રોઅર  છે.

2 / 6
ગુરુગ્રામની પેરાલિમ્પિયન દીપા મલિકની આ સફળતા પાછળ એક મોટો સંઘર્ષ છુપાયેલો છે. જેમાં તેણે સાબિત કર્યું કે જો વ્યક્તિ કંઈક કરવા માટે મક્કમ હોય તો તેને કોઈ અવરોધ રોકી શકતો નથી.દીપાને 30 વર્ષની ઉંમરે કમરથી નીચેનો લકવો થયો હતો. આ ખતરનાક રોગ પણ દીપાના આત્મવિશ્વાસમાં ઘટાડો ન કરી શક્યો. આર્મી ઓફિસરની પત્ની અને બે બાળકોની માતા દીપા દરેક પ્રતિકૂળ પરિસ્થિતિને પોતાની ઈચ્છા મુજબ તક અને સફળતામાં બદલવાની શક્તિ ધરાવે છે.

3 / 6
 18 વર્ષની મહેનત બાદ તેણે રિયો પેરાલિમ્પિક્સ-2017માં મહિલા વર્ગમાં દેશનું પ્રતિનિધિત્વ કરતી વખતે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. એશિયાડ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ખેલ સ્પર્ધાઓમાં દેશ માટે મેડલ જીતવાને કારણે દીપાને દેશનો સર્વશ્રેષ્ઠ અર્જુન એવોર્ડ, પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા છે.

4 / 6
દીપા મલિકે 2016 રિયો પેરાલિમ્પિકમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ મેડલની ઘણા વર્ષોથી રાહ જોવાઈ રહી હતી. મેડલ બાદ તેમને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. દીપા દેશની ટોચની ખેલાડીઓમાં સામેલ છે. વ્હીલચેર પર હોવા છતાં તે થાકી ન હતી અને તેણે ઘણા આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા હતા.

5 / 6
દિપાને બે દીકરીઓ દેવિકા અને અંબિકા છે  દેવિકા પેરા એથ્લેટ પણ છે અને તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીત્યા છે. માતા અને પુત્રી બંને ઘણી સ્પર્ધાઓમાં સાથે રમી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">