Gujarati News » Photo gallery » Sports photos » BWF Badminton Lakshya Sen wins maiden Super 500 title beats world champion Loh Satwiksairaj Rankireddy Chirag Shetty
BWF રેંકિંગમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પર પહોંચ્યો યુવા સ્ટાપ લક્ષ્ય સેન, સાત્વિક અને ચિરાગને પણ મળ્યો મોટો ફાયદો
લક્ષ્ય સેને (Lakshya Sen) તાજેતરમાં ઈન્ડિયા ઓપન (India Open) માં મેન્સ સિંગલનું ટાઈટલ જીત્યું હતું. જ્યારે મેન્સ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ જીત મેળવી હતી
ઈન્ડિયા ઓપનમાં મેન્સ સિંગલ ચેમ્પિયન બનેલો ભારતનો યુવા ખેલાડી લક્ષ્ય સેન વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (BWF)ની તાજેતરની રેન્કિંગમાં કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 13મા સ્થાને પહોંચી ગયો છે. ટૂર્નામેન્ટ મેન્સ ડબલ્સ ચેમ્પિયન સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી બે સ્થાન આગળ વધીને આઠમા સ્થાને છે.
1 / 4
સેન ચાર સ્થાન સુધર્યો છે અને 66470 પોઈન્ટ સાથે 17મા સ્થાનેથી 13મા સ્થાને પહોંચી ગયો છે. વર્તમાન વિશ્વ ચેમ્પિયન લોહ કીન યૂ 12મા સ્થાને પહોંચી ગયો છે. સેને ઇન્ડિયા ઓપનની ફાઇનલમાં લોહને 24-22, 21-17થી હરાવ્યો હતો.
2 / 4
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન કિદામ્બી શ્રીકાંત તેમના સ્થાને યથાવત છે. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુ 90,994ના સ્કોર સાથે મહિલા રેન્કિંગમાં સાતમા સ્થાને જ્યારે શ્રીકાંત 69158 પોઈન્ટ સાથે પુરુષોની રેન્કિંગમાં 10મા સ્થાને યથાવત છે.
3 / 4
સેન ઉપરાંત, ભારતીય દૃષ્ટિકોણથી આ યાદીમાં સૌથી વધુ ફાયદો સાત્વિકસાઈરાજ અને ચિરાગની પુરુષ ભારતીય ડબલ્સ જોડીનો હતો. આ જોડીએ 76708 પોઈન્ટ સાથે બે સ્થાનનો સુધારો કર્યો છે. તેઓએ રવિવારે યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપનમાં ટોચના ક્રમાંકિત મોહમ્મદ અહસાન અને ઈન્ડોનેશિયાના હેન્દ્રા સેટિયાવાનને 21-16, 26-24થી હરાવીને મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.