સાઉથ ગુજરાતમાં અપડાઉન માટે આ સ્પેશિયલ ટ્રેનો, નોકરીના સ્થળ પર પહોંચાડે છે સમયસર
શહેરોમાં જોબ કરવું એ દરેક લોકોનું સપનું હોય છે. જોબ માટે લોકો એક સીટી તરફથી બીજા સીટી તરફ જતા હોય છે. તો તેઓ મોટાભાગે બસમાં જ અપડાઉન કરતા હોય છે. પણ ઘણીવાર ટ્રેન પણ સારો ઓપ્શન હોય શકે છે. વલસાડથી ભરૂચ હજારોની સંખ્યામાં લોકો અપડાઉન કરે છે. આ માટે ઘણી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. તો જાણીએ કે કેટલી ટ્રેનો છે જે સવારના સમયે શરુ થઈને ભરુચ તરફ પ્રયાણ કરે છે.

જો કોઈ મુસાફર અંકલેશ્વર કે ભરૂચ અપડાઉન કરી રહ્યું છે અને તેઓએ 7:30 થી આઠ વાગ્યા સુધીમાં ઓફિસ પહોંચવાનું છે, તો તેમના માટે ગુજરાત ક્વીન એ પહેલી ટ્રેન છે. આ ટ્રેન વલસાડથી 04:00 AM કલાકે ઉપડે છે અને 06:52 એ ભરૂચ પહોંચાડે છે. મહત્વનું છે કે અંકલેશ્વર નોકરી કરતાં લોકો માટે આ ટ્રેન મહત્વની છે, કારણ કે આ એવી ટ્રેન છે જેને અંકલેશ્વર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

આ બાદ અન્ય એક ટ્રેન જેમાં વલસાડ થી ભરૂચ તરફ જતા મોટાભાગના લોકો અપડાઉન કરે છે એવી ટ્રેન વડનગર ઇન્ટરસિટી સુપર ફાસ્ટ એક્સપ્રેસ છે. જે વલસાડથી 05:45 AM વાગ્યે ઉપડે છે અને 07:23 સુધી ભરૂચ પહોંચી જાય છે. મહત્વનું છે કે આ વચ્ચે નવસારી સુરત સહિતના મહત્વના સ્ટેશનો આ ટ્રેન કવર કરે છે.

આ બાદ જો કોઈને દસ વાગ્યે અંકલેશ્વર અથવા ભરૂચ કામે પહોંચવાનું છે તો તેમના માટે વડોદરા ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ મહત્વની ટ્રેન છે. વલસાડથી 07:15 એ ઉપડે છે અને નવસારી, સુરત સહિતના સ્ટોપેજ લઈને 9:15 એ ભરૂચ પહોંચાડે છે. મહત્વનું છે કે અંકલેશ્વર ઉતરવા માગતા પેસેન્જર 9:00 વાગે જ આ ટ્રેનમાં અંકલેશ્વર પહોંચી જાય છે.

આ બાદ જો કોઈને બપોરના સમયે નોકરીએ પહોંચવાનું છે અને જો અપડાઉન કરી રહ્યા છે તો તેમના માટે વિરાર ભરૂચ મેમુ એક્સપ્રેસ ટ્રેન કામની છે. વલસાડથી આ ટ્રેન સવારે 07:18 AM એ નીકળી 11:00 કલાકે ભરૂચ પહોંચાડે છે. આ ટ્રેન પેસેન્જર માટે મહત્વની એટલા માટે છે કે વલસાડ થી ભરૂચ વચ્ચે આવતા તમામ નાના સ્ટેશનો પર તેનું સ્ટોપ ધરાવે છે.

ત્યાર બાદ પણ બપોરની જોબ ધરાવતા લોકો માટે વધુ એક ઓપ્શન ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો છે. જે સવારે 8:57 એ વલસાડથી નીકળી બીલીમોરા, નવસારી, સુરત, અંકલેશ્વર થઇને 11:10 એ ભરૂચ પહોંચાડે છે.
