Sovereign Gold Bond Scheme : આજથી 5 દિવસ સસ્તી કિંમતે સોનુ ખરીદવાની તક મળશે, અહીંથી કરી શકાશે ખરીદી
સોવરિન ગોલ્ડ બોન્ડ રોકાણકારોની પસંદગી અને રોકાણકારોનું શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે. રોકાણકારોને આ ગોલ્ડ બોન્ડ એટલે કે SGBમાં સારા વળતરનો લાભ મળે છે. જો તમે જોરદાર રિટર્ન આપતી સરકારી યોજના સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગો છો તો આજેથી ગોલ્ડ બોન્ડ માટે સબસ્ક્રિપ્શન ફરી શરૂ થઈ રહ્યું છે.

RBI એ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) 2023-24 સિરીઝ-4 માટે સબસ્ક્રિપ્શન આજે સોમવાર તારીખ 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. SGB માટે સબસ્ક્રિપ્શન ચાલુ મહિનામાં 16મી ફેબ્રુઆરી સુધી ખુલ્લું રહેશે. ગોલ્ડ બોન્ડ 21 ફેબ્રુઆરીએ ઈશ્યુ કરવામાં આવશે.

આ અગાઉ સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝ 2023-24ના ત્રીજા હપ્તા માટેનું સબસ્ક્રિપ્શન ડિસેમ્બર 2023માં ખોલવામાં આવ્યું હતું. SGB સિરીઝ-3 28 ડિસેમ્બરે ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

સોવરિન ગોલ્ડ બોન્ડ પર રોકાણકારોને સારો લાભ પ્રાપ્ત થાય છે. SGB પર વાર્ષિક 2.50 ટકાના દરે વ્યાજ મેળવી શકાય છે. આ વ્યાકની રકમ રોકાણકારોના ખાતામાં વર્ષમાં બે વાર જમા થાય છે. બીજો ફાયદો સોનાના ભાવમાં વધારાના રૂપમાં પણ મળે છે. તરલતાની કોઈ સમસ્યા નથી. તમને કર લાભો પણ મળેવવાનો હક મળે છે.

ભારત સરકારે વર્ષ 2015માં સોવરિન ગોલ્ડ બોન્ડની સ્કીમ રોકાણ માટે શરૂ કરી હતી. સોવરિન ગોલ્ડ બોન્ડ 8 વર્ષમાં મેચ્યોર થાય છે. આ ઉપરાંત તેને 5 વર્ષના સમયગાળા પછી ગમે ત્યારે રિડીમ કરી શકાય છે.

જો તમે પણ SGB ખરીદવા માંગો છો તો તે ખૂબ જ સરળતાથી અંકે વિકલ્પ દ્વારા ખરીદી શકાય છે. તમે તેને કોઈપણ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક, પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અથવા ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાંથી ખરીદી શકો છો. SGB BSE અને NSE પર પણ મેળવી શકો છો.