Silver Rate: વર્ષના સૌથી મોટા સમાચાર! ચાંદીને લઈને અમેરિકાએ કરી મોટી જાહેરાત, હવે ભારત સહિત આખી દુનિયા પર અસર જોવા મળશે
ઓક્ટોબરમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી સોનાના ભાવમાં 10% થી વધુનો ઘટાડો થયો છે. જો કે, બીજીબાજુ ચાંદીને લઈને અમેરિકાએ મોટી જાહેરાત કરી છે. આ એક જાહેરાતથી વૈશ્વિક સ્તરે હલચલ મચી ગઈ છે.

યુનાઇટેડ સ્ટેટ્સે તેની ક્રિટિકલ મિનરલ્સ લિસ્ટ (Critical Minerals List) માં કોપર (Copper) અને ચાંદી (Silver) નો ઉમેરો કર્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે વિશ્વમાં મિનરલ્સની સપ્લાય ચેઇન પર જિયો-પોલિટિકલ દબાણ સતત વધી રહ્યું છે.

આ અપડેટેડ લિસ્ટ એવા આર્થિક મોડેલ પર આધારિત છે, જે તપાસે છે કે જો કોઈ મિનરલની વિદેશી સપ્લાય અટકાવવામાં આવે, તો તેનો અમેરિકન અર્થવ્યવસ્થા પર કેટલો ગંભીર પ્રભાવ પડી શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, આનો સીધો પ્રભાવ કિંમતોની સાથે-સાથે ભારત પર પણ પડશે.

અમેરિકાની ક્રિટિકલ મિનરલ્સ યાદીની વાત કરીએ તો, આ અમેરિકી સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેમાં એવા મિનરલ્સનો સમાવેશ કરવામાં આવે છે, જે દેશની આર્થિક સુરક્ષા, ટેકનોલોજીકલ વિકાસ અને રાષ્ટ્રીય રક્ષણ (National Defense) માટે અત્યંત જરૂરી હોય છે.

પહેલા આ યાદીમાં લિથિયમ, નિકલ, કોબાલ્ટ અને રેર અર્થ એલિમેન્ટ્સ જેવા ખનિજનો સમાવેશ થતો હતો. જો કે, હવે આમાં કોપર અને સિલ્વર ઉમેરવાથી સંકેત મળે છે કે, અમેરિકા પોતાની ગ્રીન એનર્જી અને ઇંડસ્ટ્રિયલ બેઝ (Industrial Base) અંગે વધુ સતર્ક થઈ રહ્યું છે.

કોપર એ ઇલેક્ટ્રિક વાહનો, સોલર પેનલ અને પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મેટલ છે. તેને ગ્રીન ટ્રાન્ઝિશનનું ‘બ્લડ વેસલ’ કહેવાય છે, કારણ કે EV અને રિન્યુએબલ એનર્જી સિસ્ટમ તેના વગર સંભવ નથી. સિલ્વર (Silver) ઇલેક્ટ્રોનિક્સ, સોલર સેલ અને ડિફેન્સ ટેક્નોલોજીનો મહત્વનો ભાગ છે.

વધુમાં સિલ્વરનો ઇંડસ્ટ્રીમાં ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, ખાસ કરીને ફોટોવોલ્ટેઇક (PV) સેલ્સ અને AI ચિપ્સમાં તેનો ઉપયોગ થાય છે. આ બંને મિનરલ્સની માંગ આવનારા વર્ષોમાં વધવાની અપેક્ષા છે પરંતુ અમેરિકાની 'Domestic Mining Capacity' મર્યાદિત છે.

અમેરિકા આ બંને મિનરલ્સ માટે કેનેડા, મેક્સિકો, ચિલી અને ચીન જેવા દેશો પર નિર્ભર છે. જો યુદ્ધ, રાજકીય તણાવ અથવા વેપારી વિવાદ જેવી પરિસ્થિતિઓ ઉભી થાય અને આ દેશોની સપ્લાય અટકી જાય, તો આની સીધી અસર અમેરિકાના ટેક્નોલોજી, ઇલેક્ટ્રિક વાહન તેમજ ડિફેન્સ સેક્ટર પર પડશે. આ કારણથી નવી ક્રિટિકલ મિનરલ્સ યાદી એક આર્થિક મોડેલ પર આધારિત બનાવવામાં આવી છે, જે દર્શાવે છે કે કોઈ મિનરલની સપ્લાય બંધ થાય તો GDP પર કેટલો પ્રભાવ પડશે અને કયા ક્ષેત્રો સૌથી વધુ અસરગ્રસ્ત બનશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોપર અને સિલ્વરની માઇનિંગ અને રિફાઇનિંગને હવે અમેરિકન સરકાર તરફથી વધુ સપોર્ટ મળશે. આ મિનરલ્સ માટે ફેડરલ ફંડિંગ, રિસર્ચ અને રોકાણમાં વધારો થશે. આ સાથે સાથે અમેરિકા હવે સપ્લાય ચેઇન ભાગીદારીને (Minerals Security Partnership (MSP) અને Indo-Pacific Framework (IPEF) પણ મજબૂત કરશે.

અમેરિકાના આ પગલાથી કોપર અને સિલ્વરની માંગમાં પ્રીમિયમ વધશે, કારણ કે હવે આ મેટલ સ્ટ્રેટેજિક રિઝર્વ માટે પણ ખરીદવામાં આવશે. કોપરની વૈશ્વિક કિંમતો છેલ્લા એક મહિનામાં જ લગભગ 4-5% સુધી વધી ચૂકી છે અને હવે તેમાં આગળ પણ વધારો જોવા મળી શકે છે. બીજીબાજુ સિલ્વરમાં પણ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ વધવાના સંકેત છે, જેના કારણે ભાવ પણ વધી શકે છે.

અમેરિકાએ આ પગલું એટલા માટે લીધું છે, કારણ કે સપ્લાય ચીન, ચિલી, પેરુ અને મેક્સિકો જેવા દેશો પર નિર્ભર છે. જો અમેરિકાની કંપનીઓ હવે પોતાની માઇનિંગ અને સ્ટોકિંગ વધારશે, તો ગ્લોબલ સપ્લાય ઘટી શકે છે અને તેના કારણે કિંમતો વધુ વધી શકે છે. હવે ટ્રેડર્સ કૉપર અને સિલ્વરને માત્ર ઔદ્યોગિક ધાતુ નહીં પરંતુ ગોલ્ડ જેવી એક સ્ટ્રેટેજિક એસેટ તરીકે જોઈ રહ્યા છે. હવે આના કારણે શોર્ટ-ટર્મમાં બજારમાં ઉતાર-ચઢાવ અને સ્પેક્યુલેટિવ ટ્રેડિંગ વધી શકે છે.

ભારત કૉપર અને સિલ્વર બંને માટે નેટ ઈમ્પોર્ટર છે. કૉપરનો ઉપયોગ ઈલેક્ટ્રિકલ વાયરિંગ, EVs, ડિફેન્સ અને રિન્યુએબલ એનર્જીમાં થાય છે. સિલ્વરનો ઉપયોગ સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને જ્વેલરીમાં થાય છે. જો કિંમતો વધે છે, તો આ ક્ષેત્રની પ્રોડક્શન કોસ્ટ અને તૈયાર થયેલા પ્રોડક્ટ્સના ભાવ બંનેમાં વધારો થશે.

Hindustan Copper, Hindustan Zinc, NMDC જેવી કંપનીઓ માટે આ સ્થિતિ ફાયદાકારક છે. જો આંતરરાષ્ટ્રીય કિંમતો વધે છે, તો આ કંપનીઓની આવક અને નફાનું માર્જિન બંને વધી શકે છે. સરળ રીતે જોઈએ તો, કોપર અને સિલ્વર માત્ર ઈન્ડસ્ટ્રિયલ મેટલ નહીં પરંતુ સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ થીમ બની શકે છે. હાલમાં જે રીતે ગોલ્ડ ETFમાં રસ વધ્યો, એ જ રીતે સિલ્વર અને કોપર ફંડ્સમાં પણ રોકાણ વધવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હેજ ફંડ્સની એન્ટ્રી વધશે, તો MCX જેવી કમોડિટી એક્સચેન્જ પર ટ્રેડિંગ વોલ્યુમ પણ વધી શકે છે.
આ પણ વાંચો: Gold Rate : વર્ષ 2026 માં સોનાનો ભાવ કેટલો ? Goldman Sachs દ્વારા કરવામાં આવી મોટી ભવિષ્યવાણી, રોકાણકારો ઝૂમી ઉઠ્યા !
