AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sikkim Flood: સિક્કિમમાં આવેલા પૂરના પાણીમાં 23 જવાન તણાયા, એક જવાનનું કરાયું રેસક્યું, જુઓ PHOTOS

સિક્કિમમાં સતત વરસાદ અને આભા ફાટવાને કારણે આવેલા પૂરમાં 23 જવાન તણાયા હોવાની ઘટના બની છે. જેમથી એક જવાનનું રેસક્યું કરવામાં આવ્યું છે. ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણની તિસ્તા નદીમાં પૂર આવ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર, સરકાર પૂરના કારણે ઊભા થયેલા પડકારોનો સામનો કરવા અને કુદરતી આફતથી પ્રભાવિત લોકોને જરૂરી સહાય પૂરી પાડવા સક્રિયપણે કામ કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2023 | 11:32 PM
Share
ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણની તિસ્તા નદીમાં પૂર આવ્યું, જેમાં 23 આર્મીના જવાનો તણાઇ ગયા અને તેમના કેમ્પ અને વાહનો ડૂબી ગયા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અચાનક પૂર અને ડેમમાંથી પાણી છોડવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે.

1 / 6
મંગળવારે મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે પૂર આવ્યું હતું. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખીણમાં અનેક સંસ્થાઓ પૂરની ઝપેટમાં આવી છે. તેમણે કહ્યું કે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે તળાવમાં પાણીનું સ્તર અચાનક 15 થી 20 ફૂટ વધી ગયું છે.

2 / 6
સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે પૂરના પાણીને કારણે સિંગતમ નજીક બરડાંગમાં પાર્ક કરાયેલા સેનાના વાહનો ડૂબી ગયા હતા. તેમણે કહ્યું કે સેનાના 23 જવાનો ગુમ થયાના અહેવાલ છે અને 41 વાહનો કાદવમાં દબાઈ ગયા છે.

3 / 6
હાલમાં સમગ્ર બનાવને પગલે રેસક્યું કામગીરી ચાલી રહી છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) બચાવ અભિયાન ચલાવી રહ્યું છે અને અત્યાર સુધીમાં 80 સ્થાનિક લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

4 / 6
બુધવારે તિસ્તા નદીમાં પૂરને કારણે ગંગટોક જિલ્લામાં સિંગતમ પરનો લોખંડનો પુલ સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. આ પુલને ઈન્દ્રેણી બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 120 મીટર લાંબો સસ્પેન્શન બ્રિજ તિસ્તા નદી પર બનેલો મહત્વપૂર્ણ પુલ હતો. સિક્કિમના એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, "સિંગતમ શહેરના તમામ અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને નદી કિનારે આવેલા ડિકચુ ગામના રહેવાસીઓને નજીકની શાળામાં ખસેડવામાં આવ્યા છે."

5 / 6
અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્ય પ્રધાન પી એસ તમંગે તિસ્તા નદીના નીચાણવાળા વિસ્તારમાં અચાનક પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સિંગતામની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ સિંગતમ નગર પંચાયત કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને તેમને પરિસ્થિતિ પર નજર રાખવા જણાવ્યું.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">