AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravan : શ્રાવણમાં શિવજી પર જળ અર્પણ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ 5 ભૂલ, જાણો નિયમો!

શ્રાવણ મહિનો સનાતન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ પવિત્ર મહિનામાં ભક્તો શિવલિંગ પર જળ ચઢાવીને ભગવાન શિવના આશીર્વાદ મેળવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવલિંગ પર જળ ચઢાવવાથી મનને શાંતિ મળે છે અને જીવનની સમસ્યાઓ દૂર થાય છે.

| Updated on: Jul 30, 2026 | 9:06 AM
Share
શ્રાવણ મહિનામાં ભગવાન શિવને જળ ચઢાવવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો માનવામાં આવે છે. માન્યતા મુજબ, સવારે બ્રહ્મ મુહૂર્તથી સવારે 10 વાગ્યા સુધીનો સમય જળ ચઢાવવા માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન વાતાવરણ શુદ્ધ અને શાંતિપૂર્ણ રહે છે. (Image Source | iStock)

1 / 6
સાંજે પ્રદોષ કાળ દરમિયાન જળ ચઢાવવું પણ ખૂબ ફળદાયી માનવામાં આવે છે. જ્યોતિષ મુજબ, પ્રદોષ કાળ એટલે કે સૂર્યાસ્ત પહેલાના 45 મિનિટ અને સૂર્યાસ્ત પછીના 45 મિનિટ, શિવ પૂજા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ નિર્ધારિત સમયમાં જળ ચઢાવવાથી મહાદેવ તેમના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. (Image Source | iStock)

2 / 6
હંમેશા દક્ષિણ દિશામાં ઊભા રહી ઉત્તર દિશા તરફ મુખ રાખીને જ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ. ઉત્તર દિશાને ભગવાન શિવ અને માતા પાર્વતીનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. ભૂલથી પણ પૂર્વ અથવા ઉત્તર દિશામાં ઊભા રહી જળ અર્પણ ન કરવું. (Image Source | iStock)

3 / 6
જળ અર્પણ કરવા માટે તાંબુ, પિત્તળ અને ચાંદીના લોટાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવું કે તાંબાના વાસણમાં દૂધ ભરીને ક્યારેય ભગવાન શિવને અર્પણ કરવું નહીં. (Image Source | iStock)

4 / 6
જળ અર્પણ કરતી વખતે જળની ધાર સતત વહેતી રહેવી જોઈએ. સૌપ્રથમ જળ જળાધારીના જમણા ભાગ પર અર્પણ કરવું. જે ભગવાન શ્રી ગણેશજીનું સ્થાન માનવામાં આવે છે. ત્યારબાદ ડાબા ભાગ પર જળ અર્પણ કરવું જે ભગવાન કાર્તિકેયનું સ્થાન છે. પછી મધ્ય ભાગમાં જળ અર્પણ કરવું જેને માતા અશોક સુન્દરીનું સ્થાન માનવામાં આવે છે. ત્યારબાદ જળાધારીના ગોળ ભાગ પર જળ ચઢાવવું, જે માતા પાર્વતીના હસ્તકમળનું પ્રતીક છે. અંતમાં મુખ્ય શિવલિંગ પર ધીમે-ધીમે જળ અર્પણ કરવું. બચેલું જળ વહેતા સ્થળે અર્પણ કરવું અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સતત "ૐ નમઃ શિવાય" મંત્રનો જાપ કરતા રહેવું. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, શ્રાવણમાં શિવલિંગ પર ચઢાવો આ 5 પવિત્ર વસ્તુઓ! મહાદેવ થશે પ્રસન્ન, ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">