Rules change from 1st May 2023 : આજથી લાગુ પડેલા આ 5 ફેરફાર તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરશે
Rules change from 1st May 2023 : આજથી મે મહિનાની શરૂઆત થઇ છે. દર મહિનાની શરૂઆત સાથે નિયમોમાં ફેરફાર પણ થાય છે. આ બદલાવની અસર સીધી તમારા ખિસ્સા પર પડે છે. જાણો આ મહિને ક્યાં ફેરફાર લાગુ પડવાના છે.

Rules change from 1st May 2023 : આજથી મે મહિનાની શરૂઆત થઇ છે. દર મહિનાની શરૂઆત સાથે નિયમોમાં ફેરફાર પણ થાય છે. આ બદલાવની અસર સીધી તમારા ખિસ્સા પર પડે છે. જાણો આ મહિને ક્યાં ફેરફાર લાગુ પડવાના છે.

આ મહિને વોલેટનું KYC જરૂરી બન્યું છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અંગેના નિયમો પણ 1 મેથી બદલાશે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં KYC સાથેના ઈ-વોલેટ દ્વારા જ રોકાણ કરે તે ફરજીયાત કરાયું છે.

જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો તો તમારે ATMમાંથી પૈસા ઉપાડવાના પ્રયાસ પહેલા આ નિયમ જાણવો જરૂરી છે. જો ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે તો આ નિષ્ફળ ટ્રાન્ઝેક્શન પર બેંક દ્વારા 10 રૂપિયા + GST વસૂલવામાં આવશે.

આજે 1 મેથી વેપારીઓ માટે GSTમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. નવા નિયમ મુજબ હવે રૂ. 100 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ટ્રાન્ઝેક્શનની રસીદ 50 દિવસની અંદર ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ (IRP) પર અપલોડ કરવાની રહેશે.

એલપીજી અને સીએનજીના દરમાં ફેરફાર થઈ શકે છે. સરકાર મહિનાની શરૂઆતમાં LPG, CNC-PNGની નવી કિંમતો જાહેર કરે છે. ગયા મહિને સરકારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

આજથી નવો મહિનો પણ શરૂ થયો છે. નવા મહિનામાં બેંકોની રજાઓની નવી યાદી પણ બહાર આવી છે. બેંક રજાઓની સંપૂર્ણ યાદી RBIની સત્તાવાર યાદી અનુસાર જાહેર કરવામાં આવે છે. RBI ના લિસ્ટ મુજબ મે મહિનામાં બેંકો 12 દિવસ બંધ રહેશે.