AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દર મહિને ₹4,000 ની SIP થી કેટલા વર્ષમાં બનશે ₹2 કરોડનું ફંડ? સમજો ચક્રવૃદ્ધિ વળતરનું ગણિત

નિવૃત્તિ સમયે ₹2 કરોડનું મોટું ભંડોળ ઊભું કરવું અશક્ય નથી, શરત માત્ર એટલી છે કે રોકાણ વહેલું શરૂ કરવું પડે. જો 25 વર્ષની ઉંમરે માત્ર ₹4,000 ની માસિક SIP શરૂ કરવામાં આવે તો 12% ના અંદાજિત વાર્ષિક વળતર સાથે 60 વર્ષની વયે ₹2.20 કરોડથી વધુનું ફંડ તૈયાર થઈ શકે છે. જાણો ઉંમર પ્રમાણે રોકાણનું સચોટ આયોજન.

| Updated on: Sep 06, 2026 | 7:36 PM
Share
નિવૃત્તિ (Retirement) ના સમયે ₹2 કરોડનું મોટું ભંડોળ તૈયાર કરવું સાંભળવામાં ઘણું મુશ્કેલ લાગે છે, પરંતુ વાસ્તવમાં યોગ્ય આયોજન સાથે તે તદ્દન શક્ય છે. જો તમે નાની ઉંમરથી જ શિસ્તબદ્ધ રોકાણ શરૂ કરી દો તો રિટાયરમેન્ટ સમયે કોઈ પણ પ્રકારની આર્થિક ચિંતા રહેશે નહીં. મ્યુચ્યુઅલ ફંડમાં SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા 12% ના સરેરાશ વાર્ષિક અંદાજિત વળતરના આધારે સમજીએ કે 60 વર્ષની ઉંમરે ₹2 કરોડ ભેગા કરવા કઈ ઉંમરે કેટલું માસિક રોકાણ કરવું પડે.

1 / 6
25 વર્ષની ઉંમરે રોકાણ: જો તમે 25 વર્ષની વયે દર મહિને માત્ર ₹4,000 ની SIP શરૂ કરો છો, તો 60 વર્ષની ઉંમરે (35 વર્ષના ગાળામાં) તમારી પાસે આશરે ₹2,20,43,325 (₹2.20 કરોડથી વધુ) નું ભંડોળ હશે. તમારું કુલ રોકાણ: ₹16,80,000, ચક્રવૃદ્ધિ વ્યાજની કમાણી: ₹2,03,63,325.

2 / 6
30 વર્ષની ઉંમરે રોકાણ: જો તમે 30 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરો છો, તો 60 વર્ષની વય સુધીમાં (30 વર્ષમાં) ₹2 કરોડ મેળવવા માટે તમારે દર મહિને ₹6,500 ની SIP કરવી પડશે. મેચ્યોરિટી રકમ: ₹2,00,26,326.  કુલ વળતર: ₹1,76,86,326

3 / 6
35 વર્ષની ઉંમરે રોકાણ: જો તમારી વર્તમાન ઉંમર 35 વર્ષ છે અને 60 વર્ષે ₹2 કરોડનું લક્ષ્ય રાખતા હોવ, તો 25 વર્ષના સમયગાળા માટે દર મહિને ₹11,500 ની SIP કરવી પડશે. મેચ્યોરિટી રકમ: આશરે ₹1,95,75,376. કુલ વળતર: ₹1,61,25,376

4 / 6
40 વર્ષની ઉંમરે રોકાણ:જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમરે મોડું રોકાણ શરૂ કરે છે, તો 60 વર્ષ સુધીમાં (20 વર્ષના સમયગાળામાં) ₹2 કરોડ એકઠા કરવા માટે દર મહિને ₹22,000 ની મોટી SIP ની જરૂર પડશે. મેચ્યોરિટી રકમ: ₹2,02,36,862. કુલ વળતર: ₹1,49,56,862

5 / 6
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

6 / 6

ICICI બેંકમાં 9.99% સુધીનો હિસ્સો ખરીદશે LIC, રિઝર્વ બેંકે આપી લીલી ઝંડી

Follow Us
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ

અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય

નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video

સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ

વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

g clip-path="url(#clip0_868_265)">