ક્યા સમયે કરવુ જોઈએ પિતૃઓનું શ્રાદ્ધ? ખોટા મુહૂર્તમાં કરશો તો પૂર્વજો નહીં સ્વીકારે- જાણો પિતૃ તર્પણનો યોગ્ય સમય અને મુહૂર્ત
પિતૃ પક્ષમાં 16 દિવસ સુધી પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. એવુ મનાય છે કે આનાથી પૂર્વજોની આત્મા તૃપ્ત થાય છે અને તેમને શાંતિ મળે છે. તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ જો આ પિતૃ તર્પણ યોગ્ય સમયે નથી થતુ તો તેનુ ફળ મળતુ નથી અને પૂર્વજો તૃપ્ત થતા નથી. તો જાણો ક્યાં સમયે અને ક્યા મૂહુર્તમાં કરવુ જોઈએ શ્રાદ્ધ

શ્રાદ્ધ અને તર્પણ માત્ર એક શુભ કર્મ નથી, પરંતુ પૂર્વજોને પ્રસન્ન કરવાનું એક માધ્યમ પણ ગણાવવામાં આવ્યુ છે. ગરુડ પુરાણમાાં શ્રાદ્ધના અનેક નિયમ બનાવવામાં આવ્યા છે જે પૈકી એક છે યોગ્ય સમયે અને શુભ મુહુર્તમાં પિતૃ તર્પણ કરવુ.

દિવસનો સૌથી શુભ સમય પૂર્વજોને સમર્પિત હોય છે અને આ અવધિમાં કરવામાં આવેલ શ્રાદ્ધ પૂર્વજો સ્વીકારે છે. આવો આપને જણાવીએ કે ક્યા સમયે શ્રાદ્ધ કરવુ શુભ હોય છે.

પિતૃપક્ષમાં પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કર્મનું વિશેષ મહત્વ છે. જેમા કુતુપ કાળ સૌથી શુભ ગણાય છે. યોગ્ય તિથિ અને સ્થાનિક પંચાગ અનુસાર ઉચિત સમય પર શ્રાદ્ધ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

સામાન્ય રીતે કોઈપણ પૂજા-પાઠ બ્રહ્મ મુહૂર્તમાં કરવા શુભ હોય છે પરંતુ પૂર્વજોનું નિમીત કરાયેલુ શ્રાદ્ધ કર્મ હંમેશા અભિજીત મુહૂર્ત જેને કુતુપ કાલ પણ કહેવાય છે. આ સમયમાં જ પિતૃ કાર્ય કરવુ શુભ મનાય છે.

ગરુડ પુરાણ અને ધર્મ શાસ્ત્રમાં આ વિશેષ સમયને પૂર્વજો માટે શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે પિતૃ પૂજા થી લઈને તર્પણ સુધીના તમામ કાર્ય આ શુભ મુહૂર્તમાં કરવાનું કહેવાયુ છે.

અભિજીત મુહૂર્ત દિવસના આઠમાં મુહૂર્તને કહેવાય છે અને તે કુતુપ કાળથી પણ ઓળખાય છે. કુતુપ કાળ બપોરના સમયે આવનારુ એક વિશેષ મહૂર્ત હોય છે.

આ અવધિ સ્થાન અને સૂર્યોદયના સમયને આધારે બદલાતી રહે છે. અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગ્યા થી લગભગ 24 મિનિટ પહેલા શરૂ થાય છે અને 12:24 સુધી રહે છે. સવારે 11:48 થી બપોરના 12:20 સુધી આ મુહૂર્ત ચાલે છે.

આ દરમિયાન શ્રાદ્ધ સાથે જોડાયેલા કાર્યો કરવાની સલાહ આપવામાં આવે છે. આ એ જ સમય છે જ્યારે પૂર્વજો પૃથ્વી પર આવે છે અને તેમના વંશજોનું અન્ન અને જળ ગ્રહણ કરે છે. કુતુપ કાળની કૂલ અવધિ 48 મિનિટની હોય છે.

પિતૃ પક્ષના શ્રાદ્ધને પરવણ શ્રાદ્ધની શ્રેણીમાં રાખવામાં આવે છે. પરંપરાગત રીતે તેના કુતુપ મુહૂર્ત, રોહિણી મુહૂર્ત અને ત્યારબાદનો અપરાહ્ન કાળ મહત્વપૂર્ણ ગણાય છે.

ધાર્મિક વિધિમાં શ્રાદ્ધ કર્મ પુરુ કર્યા બાદ જ તર્પણ કરવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર લગભગ 15 મુહૂર્તમાંથી આઠમુ મુહૂર્ત કુતુપ કાળ અથવા અભિજીત કાળ કહેવાય છે.

આ એ સમય છે જ્યારે પિતૃઓની આત્મા તેના વંશજોની આસપાસ કોઈ ન કોઈ સ્વરૂપે ઉપસ્થિત હોય છે. પૂર્વજોની આત્મા આ દરમિયાન વંશજો પાસેથી ભોજન ગ્રહણ કરે છે. આ દરમિયાન કરવામાં આવેલા તમામ કર્મકાંડ સીધા પિતૃ સુધી પહોંચે છે. આથી આ મૂહુર્તમાં શ્રાદ્ધ કરવુ શુભ હોય છે.

જો તમે પણ પૂર્વજોનું શ્રાદ્ધ કરો છો તો અભિજીત મુહૂર્તમાં કરવુ જરૂરી હોય છે. જેનાથી તે પૂર્ણ રીતે સ્વીકારાય જાય છે.
પિતૃદોષ કેટલા વર્ષ સુધી ચાલે છે? જાણો તેને દૂર કરવાની યોગ્ય વિધિ અને ઉપાયો
