Pakistan: એશિયન ગેમ્સ બાદ બદલાશે પાકિસ્તાનનો T20 કેપ્ટન! આ ખેલાડી લેશે સલમાનનું સ્થાન?
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વધુ એક મોટો ફેરફાર થવાની ચર્ચા શરૂ થઈ છે. એશિયન ગેમ્સમાં ટીમની કેપ્ટનશીપ કરી રહેલા સાહિબજાદા ફરહાનને સલમાન અલી આગાના સ્થાને પૂર્ણ-સમયના T20 કેપ્ટન બનાવવામાં આવી શકે છે. મુખ્ય કોચ માઈક હેસને પણ ફરહાનની કેપ્ટનશીપને લઈને મહત્વનો સંકેત આપ્યો છે. જોકે, અંતિમ નિર્ણય પસંદગી સમિતિ અને PCB ચેરમેન લેશે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં સતત ફેરફારો થઈ રહ્યા છે અને હવે T20 ટીમની કેપ્ટનશીપ પણ બદલાઈ શકે છે.

હાલ એશિયન ગેમ્સમાં પાકિસ્તાન ટીમની આગેવાની સાહિબજાદા ફરહાન કરી રહ્યો છે.

મુખ્ય કોચ માઈક હેસને કહ્યું કે એશિયન ગેમ્સમાં ફરહાનને કેપ્ટનશીપનો અનુભવ મેળવવાની સારી તક મળી રહી છે.

હેસને સ્પષ્ટ કર્યું કે ભવિષ્યમાં T20 ટીમની કેપ્ટનશીપ કોણ કરશે તેનો નિર્ણય પસંદગી સમિતિ અને PCB ચેરમેન કરશે.

હાલના T20 કેપ્ટન સલમાન અલી આગાનું પ્રદર્શન પણ ચર્ચામાં રહ્યું છે અને તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

આ કારણે હવે T20 ટીમમાં પણ તેની કેપ્ટનશીપ અંગે સવાલો ઊભા થયા છે.

સાહિબજાદા ફરહાને 46 T20 મેચમાં બે સદી અને 10 અડધી સદીની મદદથી 1305 રન બનાવ્યા છે.

એશિયન ગેમ્સમાં પાકિસ્તાનનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો 28 સપ્ટેમ્બરે રમાશે અને ફાઇનલમાં ભારત સામે ટક્કર થવાની શક્યતા છે. (PC-GETTY IMAGES)
Asian Games 2026 છઠ્ઠા દિવસનું ભારતનું શેડ્યૂલ: એથ્લેટિક્સ-શૂટિંગમાં મેડલ માટે સ્પર્ધા, કબડ્ડીમાં સેમિફાઇનલ જંગ
