AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ, વૃદ્ધા દાઝી, જુઓ Video

Breaking News : સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ, વૃદ્ધા દાઝી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2026 | 12:42 PM
Share

સુરતના કામરેજમાં આવેલી માનસરોવર રેસિડેન્સીમાં LPG ગેસ લીકેજ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં એક વૃદ્ધા દાઝી જતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સુરતના કામરેજમાં આવેલા માનસરોવર રેસિડેન્સીના એક ફ્લેટમાં LPG ગેસ લીકેજ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ફ્લેટમાં રહેલા ઘરવખરી સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

આ ઘટનામાં એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી ગયા હતા, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ કામરેજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ફાઇટર્સે આગને વધુ ફેલાતી અટકાવી હતી.

આ LPG લીકેજને કારણે લાગેલી આગની ઘટનાએ ફરી એકવાર ઘરેલું ગેસ સુરક્ષાના મુદ્દા પર સવાલો ઉભા કર્યા છે. ગેસ લીકેજ કેવી રીતે થયું અને તેનું ચોક્કસ કારણ શું હતું તે અંગેની તપાસ ચાલી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર રેસિડેન્સીમાં અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

વાયબ્રન્ટ ગુજરાત પહેલા ગિયર અપ ગુજરાત, આર્થિક વિકાસની ગતિ જાળવવા સરકારનો મોટો નિર્ણય 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">