AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: એક મેચ માટે ₹4.85 કરોડ… ટીમ ઈન્ડિયાને મળ્યો નવો ટાઈટલ સ્પોન્સર, BCCIને મોટો ફાયદો

ટીમ ઈન્ડિયાને આગામી બે સ્થાનિક સીઝન માટે નવો ટાઇટલ સ્પોન્સર મળ્યો છે. અહેવાલો અનુસાર, મુથૂટ ફિનકોર્પે આ અધિકારો મેળવ્યા છે. પ્રતિ મેચ ₹4.85 કરોડની બેઝ પ્રાઈસ નક્કી કરવામાં આવી છે. આ કરાર વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીથી શરૂ થશે અને માર્ચ 2028 સુધી ચાલશે. જોકે, BCCIએ હજુ આ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.

| Updated on: Sep 24, 2026 | 6:54 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમને મળેલા નવા સ્પોન્સર સાથે આગામી બે સીઝન માટે ટાઇટલ રાઇટ્સનો કરાર થયો છે. અહેવાલ મુજબ મુથૂટ ફિનકોર્પે આ અધિકારો મેળવ્યા છે.

1 / 9
આ કરાર હેઠળ ભારતમાં રમાનારી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મેચોમાં ટાઇટલ સ્પોન્સરશિપના અધિકારો મુથૂટ ફિનકોર્પ પાસે રહેશે.

2 / 9
એક મેચ માટે ટાઇટલ સ્પોન્સરશિપની બેઝ પ્રાઈસ ₹4.85 કરોડ રાખવામાં આવી છે. જોકે, અંતિમ રકમ કેટલી હશે તે BCCIની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.

3 / 9
BCCIએ ટાઇટલ સ્પોન્સર માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી હતી અને 13 ઓગસ્ટે તેની અંતિમ તારીખ હતી. પરંતુ આ સમયગાળા દરમિયાન કોઈ સ્પર્ધાત્મક બોલી સામે આવી નહોતી.

4 / 9
અહેવાલ અનુસાર, ઊંચી બેઝ પ્રાઈસને કારણે સ્પોન્સર્સ તરફથી અપેક્ષા મુજબનો રસ જોવા મળ્યો નહોતો. ત્યારબાદ BCCIએ સંભવિત પક્ષો સાથે સીધી વાતચીત શરૂ કરી હતી.

5 / 9
અગાઉ IDFC ફર્સ્ટ બેંક ટીમ ઈન્ડિયાની ટાઇટલ સ્પોન્સર હતી. બેંકે પ્રતિ મેચ ₹4.2 કરોડ ચૂકવ્યા હતા, જ્યારે નવા કરારમાં બેઝ પ્રાઈસ ₹4.85 કરોડ છે.

6 / 9
નવો કરાર માર્ચ 2028 સુધી ચાલવાનો છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં આશરે 35 આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની છે, જેમાં 10 ટેસ્ટ, 12 ODI અને 13 T20Iનો સમાવેશ થાય છે.

7 / 9
ટીમ ઈન્ડિયાનો નવો સ્પોન્સર કરાર વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીથી શરૂ થશે. આ શ્રેણીની પ્રથમ મેચ 27 સપ્ટેમ્બરે રમાવાની છે.

8 / 9
BCCIની સત્તાવાર જાહેરાત બાદ કરારની અંતિમ વિગતો સામે આવશે. (PC:PTI/X)

9 / 9

28 ચોગ્ગા-છગ્ગા અને 182 રન… મેથ્યુઝની રેકોર્ડબ્રેક ઈનિંગ, હરારેમાં મચાવી ધમાલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">