AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Asian Games 2026 : હોકીમાં ભારતનો જલવો, કોરિયા સામે 8-2થી શાનદાર જીત, સેમિફાઈનલમાં સ્થાન લગભગ નિશ્ચિત

એશિયન ગેમ્સ 2026માં ભારતીય પુરુષ હોકી ટીમે દક્ષિણ કોરિયાને 8-2થી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી છે. આ જીત સાથે ભારતે પૂલ Aમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે અને સેમિફાઇનલમાં પહોંચવાની તેની સ્થિતિ લગભગ નિશ્ચિત બની છે. દિલપ્રીત સિંહે શાનદાર હેટ્રિક ફટકારી, જ્યારે અભિષેકે બે ગોલ કરીને ટીમની મોટી જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

| Updated on: Sep 24, 2026 | 4:47 PM
Share
ભારતીય પુરુષ હોકી ટીમે દક્ષિણ કોરિયાને 8-2થી હરાવીને એશિયન ગેમ્સમાં પોતાની જીતની હેટ્રિક પૂરી કરી છે.

1 / 8
મેચની શરૂઆતથી જ ભારતીય ખેલાડીઓએ આક્રમક રમત બતાવી હતી. શિલાનંદ લાકરાએ ચોથી મિનિટે ગોલ કરીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું.

2 / 8
ત્યારબાદ દિલપ્રીત સિંહે 10મી મિનિટે ગોલ કર્યો હતો. માત્ર એક મિનિટ બાદ કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પરથી ગોલ કરીને ભારતની લીડ 3-0 કરી હતી.

3 / 8
પ્રથમ ક્વાર્ટરની અંતિમ મિનિટે અભિષેકે ગોલ કરીને ભારતને વધુ મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. ભારતે શરૂઆતથી જ કોરિયન ડિફેન્સ પર દબાણ જાળવી રાખ્યું હતું.

4 / 8
બીજા ક્વાર્ટરમાં પણ ભારતનો દબદબો યથાવત રહ્યો. દિલપ્રીતે 26મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો અને ત્યારબાદ અભિષેકે રીબાઉન્ડ પરથી ગોલ કરીને સ્કોર 6-0 કર્યો.

5 / 8
ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં દિલપ્રીતે 32મી મિનિટે હેટ્રિક પૂરી કરી હતી. કોરિયા તરફથી કિમ જે-હોએ ગોલ કરીને પોતાની ટીમનું ખાતું ખોલાવ્યું હતું.

6 / 8
મેચના અંતિમ તબક્કામાં કોરિયાએ વધુ એક ગોલ કર્યો, પરંતુ ભારતે દબાણ જાળવી રાખ્યું. રાજિન્દર સિંહે 60મી મિનિટે પેનલ્ટી કોર્નર પરથી ગોલ કરીને ભારતનો સ્કોર 8-2 કર્યો.

7 / 8
ભારતની આ સતત ત્રીજી જીત છે. અગાઉ ટીમે ઇન્ડોનેશિયાને 13-1 અને શ્રીલંકાને 16-1થી હરાવ્યું હતું. હવે ભારતનો આગામી મુકાબલો શનિવારે યજમાન જાપાન સામે થશે. (PC:X/Hockey India)

8 / 8

જો રૂટે રચ્યો ઇતિહાસ, 23,000 રન બનાવનાર પ્રથમ અંગ્રેજ ખેલાડી બન્યો,સચિન તેંડુલકરના ખાસ ક્લબમાં એન્ટ્રી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">