AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિલાયન્સ ગ્રુપનો આ Stock ખરીદ્યો કે નહીં? 41% ના તોફાની ઉછાળાની આગાહી વચ્ચે એક્સપર્ટ્સે આપી ‘મોટી હિન્ટ’

રિલાયન્સ (Reliance) ગ્રુપના આ શેરના પરિણામો અપેક્ષા કરતાં સારા આવ્યા બાદ માર્કેટમાં ભારે તેજીનો માહોલ છે. મોટી બ્રોકરેજ ફર્મ્સ આ સ્ટોક પર ફુલ પોઝિટિવ છે અને અંદાજ લગાવી રહી છે કે, આગામી સમયમાં આ શેરમાં 41% જેટલો મોટો ઉછાળો જોવા મળી શકે છે.

| Updated on: Jul 21, 2026 | 1:05 PM
Share
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો અપેક્ષા કરતાં સારા આવ્યા બાદ બ્રોકરેજ ફર્મ્સ દ્વારા કંપનીના શેર અંગે પોતાનો તેજીનો અંદાજ યથાવત રાખવામાં આવ્યો છે. એનાલિસ્ટ્સનું કહેવું છે કે, કંપનીને ઓઇલ-ટુ-કેમિકલ્સ (O2C) બિઝનેસમાંથી થયેલી જબરદસ્ત કમાણી, જીઓ (Jio) ના સ્થિર ગ્રોથ અને નવા એનર્જી વેન્ચર્સ માટે વધુ સારા થઈ રહેલા આઉટલુકનો લાભ મળશે. જો કે, મોટાભાગના બ્રોકરેજે રિટેલ માર્જિન પર સતત બનેલા દબાણ તરફ ઈશારો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે, કંપનીની અલગ-અલગ પ્રકારની કમાણી અને લોંગ ટર્મ ગ્રોથના અનેક કારણો આ સ્ટોક વિશે પોઝિટિવ નજરિયાને સપોર્ટ કરે છે.

1 / 6
ગોલ્ડમેન સેક્સે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર પર પોતાનું 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે અને તેનો ટાર્ગેટ પ્રાઇસ 1,870 રૂપિયા નક્કી કર્યો છે. આનો અર્થ એ થાય છે કે, શુક્રવારના ક્લોઝિંગ પ્રાઇસથી આમાં લગભગ 41 ટકાનો ઉછાળો આવી શકે છે. બ્રોકરેજનું કહેવું છે કે, એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં કંપનીનો કોર EBITDA મોટે ભાગે અપેક્ષાઓ મુજબ રહ્યો છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવો છતાં O2C બિઝનેસનું પ્રદર્શન અપેક્ષા કરતાં વધુ સારું રહ્યું છે. આશા છે કે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો અર્નિંગ આઉટલુક વધુ સારો થશે. બ્રોકરેજે RIL ની સંપૂર્ણ રીતે ઇન્ટિગ્રેટેડ સોલર ફોટોવોલ્ટેઇક અને બેટરી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ ટૂંક સમયમાં શરૂ થવાને આનું એક મુખ્ય કારણ ગણાવ્યું છે.

2 / 6
નોમુરાએ પણ 1,690 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર પોતાનું 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે. તેનું કહેવું છે કે, O2C ક્રેક સ્પ્રેડમાં જબરદસ્ત સુધારાને કારણે રિલાયન્સે એક શાનદાર ક્વાર્ટરનું પ્રદર્શન કર્યું અને એનર્જી બિઝનેસની મજબૂતીએ રિટેલ બિઝનેસની નબળાઈની ભરપાઈ કરી દીધી. બ્રોકરેજનું કહેવું છે કે, O2C EBITDA વધીને લગભગ 17,000 કરોડ રૂપિયાના ચાર વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. જો કે, એક્સપ્લોરેશન અને પ્રોડક્શન EBITDA સુધરીને આશરે 5,000 કરોડ રૂપિયા થઈ ગયો છે. જીઓની રેવન્યુ ગ્રોથને નવા સબ્સ્ક્રાઇબર્સના જોડાવા અને પ્રતિ યુઝર સરેરાશ રેવન્યુ (ARPU)માં વધારાથી મદદ મળી. નોમુરાએ જણાવ્યું કે, રિટેલ માર્જિનમાં રિકવરી પર નજર રાખવી જરૂરી છે.

3 / 6
CLSA એ પોતાનું 'આઉટપરફોર્મ' રેટિંગ જાળવી રાખ્યું છે અને કંપનીની કમાણીમાં વધારા અંગે ભરોસો વ્યક્ત કર્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે, કંપનીનો EBITDA અને ટેક્સ પછીનો પ્રોફિટ તેના અંદાજ કરતાં અનુક્રમે 3 ટકા અને 20 ટકા વધુ રહ્યો છે. બ્રોકરેજે આ પ્રદર્શનનો શ્રેય O2C માંથી મજબૂત કમાણી અને અન્ય આવકમાં વધારાને આપ્યો છે. તેણે જણાવ્યું કે, FMCG અને મીડિયા બિઝનેસમાં મજબૂત ગ્રોથ ચાલુ રહ્યો. આગામી ત્રણ વર્ષમાં રિટેલ EBITDA ને બમણો કરવાનો મેનેજમેન્ટનો લક્ષ્યાંક કંપની માટે સારો સંકેત છે.

4 / 6
મેક્વેરીએ આ સ્ટોક પર 1,510 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે પોતાનું 'આઉટપરફોર્મ' રેટિંગ જાળવી રાખ્યું છે. તેમનું કહેવું છે કે, O2C સેગમેન્ટમાં શાનદાર પરફોર્મન્સ અને જીઓમાં સતત ગ્રોથે રિટેલ માર્જિનમાં આવેલા ઘટાડાની ભરપાઈ કરી દીધી છે. બ્રોકરેજને આશા છે કે, જીઓ અને રિટેલ બિઝનેસ, બંને સામાન્ય અંદાજ કરતાં વધુ સારી કમાણી કરી શકે છે. સાથે જ, મેનેજમેન્ટનો ત્રણ વર્ષનો રિટેલ EBITDA ટાર્ગેટ લાંબા ગાળાના ગ્રોથની સંભાવનાઓ પર ભરોસો જગાડે છે.

5 / 6
21 જુલાઈના રોજ 1.00 વાગ્યાની આસપાસ આ શેર 1,307.20 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. જણાવી દઈએ કે, 1 અઠવાડિયામાં આ શેર 2.45 જેટલો ટકા ભાગ્યો છે, જ્યારે 1 મહિનામાં આમાં 1.48 ટકાની તેજી આવી છે. ધ્યાન દોરવા જેવું  એ છે કે, 1 વર્ષમાં આમાં 9.97 ટકાની નબળાઈ આવી છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

ચૂકતા નહીં આ મોકો… ₹1700ની ઊંચાઈએ પહોંચશે આ ‘શેર’, 43% ના બમ્પર નફા સાથે તેજીનું તોફાન નક્કી

Follow Us
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ

સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન

માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

g clip-path="url(#clip0_868_265)">