Repo Rate: રેપો રેટ ઘટતા હવે કેટલી સસ્તી થઈ તમારી હોમ, કાર અને પર્સનલ લોનની EMI ? જાણો ઉદાહરણ સાથે
Repo Rate: RBIએ લગભગ પાંચ વર્ષ બાદ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ પછી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન અને બિઝનેસ લોન સસ્તી થઈ જશે. આ સિવાય વર્તમાન લોન ગ્રાહકોની EMI પણ ઘટશે. તેની સીધી અસર હોમ, કાર લોન અને અન્ય ગ્રાહકો પર પડશે. ચાલો જાણીએ RBIના કાપને કારણે EMI કેટલી ઘટશે...

આવકવેરામાં મોટી છૂટ બાદ મધ્યમ વર્ગને વધુ એક મોટી ભેટ મળી છે. RBIએ લગભગ પાંચ વર્ષ બાદ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ પછી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન અને બિઝનેસ લોન સસ્તી થઈ જશે. આ સિવાય વર્તમાન લોન ગ્રાહકોની EMI પણ ઘટશે. તેની સીધી અસર હોમ, કાર લોન અને અન્ય ગ્રાહકો પર પડશે. ચાલો જાણીએ RBIના કાપને કારણે EMI કેટલી ઘટશે...

હોમ લોન : જો કદાચ તમારા હોમ લોનની રકમ 25,00,000 રૂપિયા છે અને લોનની મુદત 20 વર્ષ માટે છે 8.75%ના વ્યાજ દર મુજબ હાલમાં EMI 22,093 છે. પણ હવે 0.25%નો ઘટાડો થતા આ નવા વ્યાજ દર 8.5% મુજબ તમારે નવી EMI રૂ 21,696 રુપિયા થશે.

કાર લોન : જો તમારી કાર લોનની રકમ 8,00,000 છે અને લોનની મુદત 7 વર્ષની છે તો વર્તમાન વ્યાજ દર 9.05% મુજબ તમારા વર્તમાન EMI રૂ. 12,892 રુપિયા થશે પણ 0.25%નો ઘટાડો થતા તમારી તે જ લોનનો નવો વ્યાજ દર 8.8% થઈ જશે તે મુજબ હવે નવી EMI રૂ. 12,790 રુપિયા થઈ જશે. એટલે કે તમારે રુ 102 ઓછા ચૂકવવા પડશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ નીતિગત વ્યાજ દરોમાં (રેપો રેટ કટ) ઘટાડો કરીને લોકોને મોટી રાહત આપી છે. લગભગ પાંચ વર્ષ બાદ તેમના નેતૃત્વમાં RBIના MPCમાં કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેણે પોલિસી વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. હવે પોલિસી વ્યાજ દર 6.5 થી ઘટાડીને 6.25 થશે.

અગાઉ, આરબીઆઈએ છેલ્લે મે 2020માં કોરોના મહામારી દરમિયાન રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો. તે સમયે તે ચાર ટકા પર આવી ગયો હતો. જો કે, રશિયા-યુક્રેન યુદ્ધે વૈશ્વિક અનિશ્ચિતતામાં વધારો કર્યો હતો અને આરબીઆઈએ જોખમોનો સામનો કરવા વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું. તે ફેબ્રુઆરી 2023 માં બંધ થઈ ગયું. ત્યાર બાદ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંક્ષિપ્તમાં RBI તરીકે ઓળખાય છે. તે ભારતની મધ્યસ્થ બેંક અને નિયમનકારી સંસ્થા છે, જે ભારતીય બેંકિંગ સિસ્ટમના નિયમનની જવાબદારી નિભાવે છે. ત્યારે તેને લગતી તમામ માહિતી જાણવા અહીં ક્લિક કરો

































































