AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાલ કે નારંગી ? કયા રંગનું ગાજર શરીર માટે વધુ ફાયદાકારક? ખરીદતા પહેલા ચોક્કસથી જાણી લેજો

બજારમાં બે પ્રકારના ગાજર મળે છે. પહેલું તો 'લાલ ગાજર' જે શિયાળામાં ઉપલબ્ધ હોય છે અને 'નારંગી ગાજર' જે આખું વર્ષ ઉપલબ્ધ રહે છે. એવામાં શરીર માટે કયું ગાજર વધુ ફાયદાકારક છે?

| Updated on: Dec 31, 2025 | 7:22 PM
Share
શિયાળામાં ગાજર વધુ પ્રમાણમાં જોવા મળે છે. શિયાળામાં લોકો ગાજરનો રસ અને ગાજરનું સલાડ જેવી વાનગીઓનો આનંદ માણે છે. વધુમાં, ગાજરનો ઉપયોગ અલગ અલગ મીઠાઈઓ બનાવવા માટે પણ થાય છે.

1 / 7
જણાવી દઈએ કે, ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો કે, બજારમાં બે પ્રકાર (લાલ ગાજર અને નારંગી ગાજર) ના ગાજર ઉપલબ્ધ છે.  એવામાં લોકો ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે, કયું ગાજર વધુ ફાયદાકારક છે? લાલ ગાજર ખાવું વધુ સારું કે નારંગી ગાજર?

2 / 7
જણાવી દઈએ કે, લાલ રંગનું ગાજર તમને માત્ર શિયાળામાં જ જોવા મળે છે. લાલ ગાજર નવેમ્બરથી મળવાનું શરૂ થાય છે અને માર્ચ સુધી મળે છે. બીજીબાજુ નારંગી રંગનું ગાજર તમને આખું વર્ષ સરળતાથી મળી જાય છે. આમ જોવા જઈએ તો, બન્ને ગાજર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

3 / 7
લાલ ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેમાં બીટા-કેરોટીન હોય છે, જે આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. લાલ ગાજર ખાવાથી આંખોની રોશની સુધરી શકે છે. આ સિવાય લાલ ગાજરમાં વિટામિન C પણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે દરેક વ્યક્તિએ રોજ લાલ ગાજરનું સેવન કરવું જોઈએ.

4 / 7
લાલ ગાજર ખાવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ફાઇબરથી ભરપૂર હોવાના કારણે લાલ ગાજર સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ બને છે. લાલ ગાજરમાં લાઇકોપીન હોય છે, જે એક એન્ટીઑકિસડન્ટ છે.  આ એન્ટીઑકિસડન્ટને કારણે ગાજરનો રંગ વધારે લાલ દેખાય છે. લાલ ગાજર હૃદયના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

5 / 7
નારંગી ગાજરમાં બીટા-કેરોટીન (Beta-Carotene) હોય છે, જે શરીરમાં જઈને વિટામિન Aમાં બદલાઈ જાય છે. આથી તેને આંખો માટે લાભદાયક માનવામાં આવે છે. નારંગી ગાજર વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આમાં વિટામિન A અને વિટામિન E ની માત્રા ખૂબ જ વધુ હોય છે.

6 / 7
નારંગી ગાજર ખાવાથી હાડકા મજબૂત બને છે અને ત્વચાની સમસ્યામાં પણ સુધારો આવે છે. નારંગી ગાજરમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે, જે ત્વચાને હેલ્દી રાખવામાં, ફ્રી રેડિકલ્સ સામે લડવામાં અને એજિંગ દૂર કરવામાં મદદ કરે છે.

7 / 7

Tv9 ગુજરાતી પર બ્યૂટી ટિપ્સ, રેસિપી, રિલેશનશિપ ટિપ્સ તેમજ ઘરેલુ ઉપચાર અને લાઈફસ્ટાઈલ બાબતે અવનવી સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ લાઈફસ્ટાઈલની સ્ટોરી વાંચવા માટે તમે આ પેજને ફોલો કરી શકો છો.

g clip-path="url(#clip0_868_265)">