Lili Haldar Nu Shaak Recipe: શિયાળામાં લીલી હળદરનું શાક બનાવવાની સરળ રીત, એકવાર જરુર ટ્રાય કરજો, જુઓ તસવીરો
શિયાળો આવતાની સાથે દરેક ગુજરાતીઓને લીલી હળદરનું શાક અને બાજરીનો રોટલો ખાવાનું પસંદ કરતા હોય છે. શિયાળામાં લીલી હળદરનું શાક ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.પરંતુ મોટાભાગના લોકોને ઢાબા સ્ટાઈલમાં લીલી હળદરનું શાક બનાવવામાં મુશ્કેલી આવતી હોય છે. તો આજે આપણે કેટલીક ટીપ્સ અને ટ્રીક જોઈશું જેનાથી ઢાબા જેવો જ લીલી હળદરનું શાક બનશે.

લીલી હળદરનું શાક બનાવવા માટે કેટલીક વસ્તુની જરૂરિયાત પડે છે. લીલી હળદર, વટાણા, ઘી ( લીલી હળદર જેટલા ગ્રામ લીધી હોય તેટલું ઘી લેવું ) , કાશ્મીરી મરચું, આખું જીરું, કોથમરી, ધાણાજીરું, લસણની કળી, આદું, લીલા મરચા સહિતની વસ્તુઓ એકત્ર કરવી.

લીલી હળદરનું શાક બનાવવા માટે સૌથી પહેલા આદુ, લીલા મરચામાં થોડું મીઠું ઉમેરી પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ વટાણાને બાફી લો. હવે લીલી હળદરને બરાબર સાફ કરી તેની છાલ ઉતારી ખમણી લો.

હવે એક કઢાઈમાં હળદર હોય તેટલા ગ્રામ ઘી ઉમેરો. ત્યારબાદ પછી તેમાં ખમણેલી લીલી હળદરને 5-7 મિનીટ સાંતળી લો. ધ્યાન રાખો કે હળદર બળી ન જાય. ત્યારબાદ તેમાં આદુ- મરચા અને લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરો.

ત્યારબાદ તેમાં સમારેલી લીલી ડુંગળી અને થોડું મીઠું ઉમેરો. થોડીવાર સાતળ્યા પછી તેમાં ધાણાજીરું ઉમેરી બરાબર મિક્સ કરી દો. હવે લાલ મરચુ અને લીલા વટાણા ઉમેરી બે મિનિટ સાતળો. હવે ગેસ બંધ કરી દો. હવે તેના પર ઘી અને જીરુનો વઘાર ઉમેરી શકો છો.

નાના વઘારીયામાં થોડું ઘી લો પછી તેમાં જીરું ઉમેરો અને લાલ થાય શાકમાં વઘાર કરી શકો છો. ત્યારબાદ કોથમીર ઉમેરી દો. લીલી હળદરના શાક સાથે તમે બાજરીનો રોટલો અથવા ભાખરી ખાઈ શકો છો.
રેસિપીના આવા જ બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
