Rathod Surname History : ગુજરાત સહિત દેશભરમાં જોવા મળતી રાઠોડ અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે રાઠોડ અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

ભારતમાં વસવાટ કરતા રાજપૂત સહિત અન્ય સમુદાયના લોકો વિવિધ અટકનો ઉપયોગ કરતા હોય છે. તેમાંથી એક અટક રાઠોડ પણ છે, આ અટક ખાસ કરીને રાજપૂત સમુદાયમાં જોવા મળતી અને લખાતી અટક છે.

રાઠોડ અટક ધરાવતા લોકો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. દરેક અટકની જેમ જ રાઠોડનો ઈતિહાસ રસપ્રદ છે.

રાઠોડ શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દોમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. આ અટકનો શાબ્દિક અર્થ રથ પર લડતો યોદ્ધા અથવા કુશળ યોદ્ધા થાય છે.

રાઠોડવંશને સૂર્યવંશી રાજપૂતોની એક મુખ્ય શાખા માનવામાં આવે છે. કેટલાક ઈતિહાસકારો તેમને ચંદ્રવંશી પણ માને છે.

રાઠોડ સમુદાયના લોકો કન્નૌજના પ્રાચીન રાજવી પરિવારો સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. કન્નૌજના રાજા જયચંદના વંશજ સિહા (સિહાજી) રાઠોડને રાઠોડ વંશના સ્થાપક માનવામાં આવે છે.

જ્યારે કન્નૌજ પર મુસ્લિમોએ આક્રમણ કર્યું (12મી સદીમાં), ત્યારે સિંહા રાઠોડ રાજસ્થાન તરફ આગળ વધ્યા અને મારવાડ (જોધપુર પ્રદેશ) માં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું.

જોધપુર રાજ્યની સ્થાપના પણ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. રાવ જોધા (15મી સદી)માં જોધપુર શહેરની સ્થાપના કરી, અને તે મારવાડની રાજધાની બની હતી.

રાઠોડ અટક ધરાવતા લોકો માત્ર રાજપૂતમાં જ નહીં પરંતુ અન્ય વર્ણમાં પણ આવે છે. ક્ષત્રિય સિવાય અન્ય સમુદાયના લોકો પણ રાઠોડ અટક લખતા હોય છે.

વર્તમાન સમયમાં રાઠોડ અટક ધરાવતા લોકો ભારતના ઘણા રાજ્યોમાં વસવાટ કરે છે. જેમાં ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યમાં વસવાટ કરે છે.

હાલમાં ઘણા રાઠોડ સમુદાયના લોકો રાજકારણ, સેના, શિક્ષણ અને કલા-સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ હોદ્દા ધરાવે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
