AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raspberry Benefits and Side Effects: ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે રાસ્પબેરી, જાણો રાસ્પબેરી ખાવાના ફાયદા અને નુકસાન

રાસ્પબેરી એક ફળનું નામ છે. જે દેખાવમાં નાનો અને ગોળાકાર, નારંગી રંગનો હોય છે. રાસ્પબેરીને કેપ ગૂઝબેરી પણ કહેવામાં આવે છે. કેટલીક જગ્યાએ લોકો તેને મકોય તરીકે પણ ઓળખે છે. રાસબેરિઝનો સ્વાદ મીઠો અને ખાટો હોય છે. તેમાં અનેક ઔષધીય ગુણો પણ હાજર છે. રાસ્પબેરીના ફળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધુ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. બેરીજ દરેક વ્યક્તિને અનુકૂળ નથી. કેટલાક લોકોને તેનાથી એલર્જી પણ થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2023 | 7:30 AM
Share
ડાયાબિટીસના દર્દીઓ માટે રાસ્પબેરી ખૂબ જ ફાયદાકારક ફળ છે. જેમ તેના ફળમાં ઔષધીય ગુણ હોય છે તેવી જ રીતે તેના પાંદડા પણ અનેક રોગો સામે રક્ષણ આપે છે. તેના પાનમાંથી બનાવેલો ઉકાળો પીવાથી શરીરના સોજામાં રાહત મળે છે.

1 / 9
રાસ્પબેરી પાઈલ્સની સમસ્યામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ છે. રાસ્પબેરીમાં પોલીફેનોલ્સ, કેરીટીનોઈડ્સ, વિટામીન એ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાયટોકેમિકલ્સ, એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે અને રાસબેરીના પાંદડામાં ફોસ્ફરસ, આયર્ન, વિટામીન એ, સી, કેલ્શિયમ વગેરે હોય છે.

2 / 9
વિટામિન સી ઉપરાંત, રાસ્પબેરીમાં વિટામિન એ પણ મોટી માત્રામાં હોય છે, જે આંખના સ્વાસ્થ્ય અને દ્રષ્ટિને સુધારે છે. તેમાં આયર્ન હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વ છે. એટલું જ નહીં તેનું સેવન કરવાથી વૃદ્ધાવસ્થામાં મોતિયા અને મેક્યુલર ડીજનરેશન જેવી સમસ્યાઓથી બચી શકાય છે.

3 / 9
રાસ્પબેરીમાં પોલીફેનોલ્સ, કેરોટીનોઈડ્સ જેવા ફાયટોકેમિકલ્સ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરના સ્તરને સામાન્ય બનાવવામાં મદદ કરે છે. તેમજ તેમાં રહેલું વિટામિન સી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.

4 / 9
રાસ્પબેરીના ફળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધુ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. આ ઉપરાંત, તે ત્વચાનો સોજો અને સંધિવા જેવી સમસ્યાઓને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

5 / 9
રાસ્પબેરીમાં ફ્રુક્ટોઝ જેવા દ્રાવ્ય ફાયબરનું પ્રમાણ વધુ હોય છે, તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાસબેરી લોહીમાં વધેલા સુગરના લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે. જો તમને ડાયાબિટીસ છે, તો તમે ડાયાબિટીસ નિષ્ણાતની સલાહ લીધા પછી તેનું સેવન કરી શકો છો.

6 / 9
કાચા રાસ્પબેરી ઝેર સમાન છે. તેનું ડાયરેક્ટ સેવન કરવું જોઈએ નહીં. જંગલી રાસ્પબેરી ખાવાનું ટાળવું જોઈએ.

7 / 9
રાસ્પબેરી દરેક વ્યક્તિને અનુકૂળ નથી. કેટલાક લોકોને તેનાથી એલર્જી પણ થઈ શકે છે. તો આવી સ્થિતિમાં રાસ્પબેરી ખાતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

8 / 9
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

9 / 9
Follow Us
g clip-path="url(#clip0_868_265)">