AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: યશસ્વી જયસ્વાલ સદીઓના આ મામલામાં બન્યો નંબર-1, ગિલ-કોહલીને પાછળ છોડ્યા

અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડેમાં યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારીને ન માત્ર ભારતને જીત અપાવી, પરંતુ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. ફક્ત છ ઈનિંગમાં બે વનડે સદી ફટકારી તેણે પોતાનો ક્લાસ બતાવ્યો હતો. સાથે જ જયસ્વાલે શિખર ધવન, વિરાટ કોહલી અને શુભમન ગિલ જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા હતા.

| Updated on: Jun 20, 2026 | 9:15 PM
Share
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વનડેમાં યશસ્વી જયસ્વાલે પોતાની પ્રતિભાનો વધુ એક પુરાવો આપ્યો હતો. યુવા ઓપનરે અણનમ 110 રનની ઈનિંગ રમી ભારતને 9 વિકેટથી જીત અપાવી અને સાથે જ એક ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

1 / 5
યશસ્વીએ માત્ર 6 વનડે ઈનિંગમાં બીજી સદી ફટકારીને ભારતીય ક્રિકેટમાં સૌથી ઝડપી બીજી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. આ પહેલા આ રેકોર્ડ શિખર ધવનના નામે હતો, જેણે પોતાની બીજી વનડે સદી સુધી પહોંચવા માટે 7 ઈનિંગ લીધી હતી.

2 / 5
આ યાદીમાં કેદાર જાધવ 9 ઈનિંગ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે વિરાટ કોહલીએ પોતાની બીજી વનડે સદી સુધી પહોંચવા માટે 17 ઈનિંગ અને શુભમન ગિલે 18 ઈનિંગ લીધી હતી. યશસ્વીએ આ તમામ ખેલાડીઓને પાછળ છોડીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે.

3 / 5
ચેન્નાઈમાં રમાયેલી મેચમાં યશસ્વી શરૂઆતથી જ આત્મવિશ્વાસમાં દેખાતો હતો. તેણે માત્ર 83 બોલમાં સદી પૂર્ણ કરી હતી અને અફઘાનિસ્તાનના બોલરો સામે આક્રમક બેટિંગ કરી હતી. તેની ઈનિંગમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો હતો.

4 / 5
યશસ્વીની આ સદી ભારત માટે અફઘાનિસ્તાન સામેની સૌથી ઝડપી સદીઓમાં પણ સામેલ થઈ ગઈ છે. અત્યાર સુધી તેણે અફઘાનિસ્તાન સામે6 વનડે ઇનિંગમાં 285 રન બનાવ્યા છે, જે દરમિયાન તેની સરેરાશ 71.25 અને સ્ટ્રાઈક રેટ 97.60 રહ્યો છે. યુવા બેટ્સમેનનું આ પ્રદર્શન ભવિષ્ય માટે ભારતીય ટીમ માટે સારા સંકેત માનવામાં આવી રહ્યું છે. (PC:X/BCCI)

5 / 5

Breaking News: યશસ્વીની સદી, રોહિતનો ધમાકો, ભારતે અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી 3-0 થી શ્રેણી જીતી

Follow Us
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

g clip-path="url(#clip0_868_265)">