AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી, જુઓ Video

Breaking News : વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2026 | 1:42 PM
Share

વિજ્ઞાન પ્રચાર અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણના પ્રસાર માટે જાણીતી સંસ્થા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષની વયે પોતાના પદ પરથી નિવૃતિ જાહેર કરી છે. 37 વર્ષની સેવા બાદ તેઓ સેવાનિવૃત થશે.

વિજ્ઞાન પ્રચાર અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણના પ્રસાર માટે જાણીતા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષની વયે પોતાના પદ પરથી નિવૃતિ જાહેર કરી છે. તેમના નેતૃત્વ દરમિયાન વિજ્ઞાન જાથાએ રાજ્યભરમાં અનેક વિજ્ઞાન પ્રદર્શન, જનજાગૃતિ અભિયાન અને વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમો યોજ્યા હતા.અનેક લોકોએ તેમના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું કે પંડ્યાના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન જાથાએ ગ્રામ્ય વિસ્તારો સુધી વૈજ્ઞાનિક વિચારધારા પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

 જયંત પંડ્યાએ 70 વર્ષની વયે નિવૃતિ જાહેર કરી

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી છે. હાલમાં જયંત પંડ્યાને 69મું વર્ષ ચાલી રહ્યું છે.આવતા વર્ષે તેઓ નિવૃતિ લેશે. વિજ્ઞાન જાથામાંથી નિવૃતિ લીધા બાદ જયંત પંડ્યા ભુવા ભારાડી અને અંધશ્રધ્ધા ફેલાવતા લોકોનો પર્દાફાશ નહિ કરે. અત્યાર સુધીમાં 1288 જેટલા ભુવા ભારાડી મુંજાવરને પકડી પાડ્યાં છે.આટલું જ નહી જયંત પંડ્યાને અનેક વખત ધમકીઓ પણ મળી છે, 37 વર્ષની સેવા બાદ તેઓ સેવાનિવૃત થશે.

આગાહીકારો સામે ખુલ્લેઆમ મોરચો

થોડા સમય પહેલા હવામાન અને વરસાદની આગાહીઓ વચ્ચે એક નવો વિવાદ ગરમાયો હતો. રાજકોટની પ્રખ્યાત ‘વિજ્ઞાન જાથા’ સંસ્થાએ પરંપરાગત રીતે વરસાદની આગાહી કરતા ખાનગી આગાહીકારો સામે ખુલ્લેઆમ મોરચો માંડ્યો હતો. જૂનાગઢમાં યોજાયેલા એક સંમેલન દરમિયાન, વિજ્ઞાન જાથાના અગ્રણી પ્રતિનિધિ જયંત પંડ્યાએ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ સહિતના અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી વરસાદ સંબંધિત આગાહીઓને સખત શબ્દોમાં નકારી કાઢી છે અને તેને સંપૂર્ણપણે બેબુનિયાદ ગણાવી હતી.

 

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લકિ કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">