AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘World Test Championship’ પર મોટો ફેંસલો લેવાની તૈયારીમાં ‘ICC’, આ એક નિર્ણયથી બદલાઈ જશે ‘આખો પ્લાન’

ક્રિકેટ રસિયાઓ માટે એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની આગામી ફાઇનલ મેચને લઈને આઇસીસી (ICC) એક એવો મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે.

'World Test Championship' પર મોટો ફેંસલો લેવાની તૈયારીમાં 'ICC', આ એક નિર્ણયથી બદલાઈ જશે 'આખો પ્લાન'
| Updated on: Jun 21, 2026 | 5:41 PM
Share

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ પર આઇસીસી (ICC) બહુ મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યું છે. અત્યાર સુધી ડબલ્યુટીસી (WTC) ની દરેક ફાઇનલ ઇંગ્લેન્ડમાં રમાઈ છે અને વર્ષ 2027ની ફાઇનલ ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાવાની છે. એવામાં સમાચાર સામે આવ્યા છે કે, આઇસીસી WTC 2027ની ફાઇનલ મેચની યજમાની લોર્ડ્સ મેદાન પાસેથી છીનવી શકે છે.

ધ ટેલિગ્રાફના જણાવ્યા અનુસાર, આઇસીસી અને ઇસીબી (ECB) ફાઇનલ મેચને લોર્ડ્સ મેદાનના બદલે ધ ઓવલ મેદાન પર યોજવા અંગે ચર્ચા કરી રહ્યા છે. આના પર હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી પરંતુ અહેવાલ મુજબ ફાઇનલનું વેન્યુ (સ્થળ) બદલવા અંગેની ચર્ચા ઘણી આગળ વધી ચૂકી છે.

કેમ ચર્ચા વધુ તેજ બની?

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આઇસીસી લોર્ડ્સ મેદાનની પિચથી નારાજ છે. તાજેતરમાં જ લોર્ડ્સ મેદાન પર ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી, જે બીજા દિવસે જ પૂરી થઈ ગઈ હતી. ત્યારબાદ લોર્ડ્સની પિચની ભારે ટીકા થઈ હતી. અહીં સુધી કે, ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ પિચને ખરાબ ગણાવી હતી. આઇસીસીએ તે મુકાબલા બાદ લોર્ડ્સની પિચને એક ડિમેરિટ પોઇન્ટ પણ આપ્યો હતો.

લોર્ડ્સ મેદાનની યજમાની

જો લોર્ડ્સ મેદાન પાસેથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2027ની ફાઇનલની યજમાની છીનવી લેવામાં આવે છે, તો કેનિંગ્ટન ઓવલ મેદાનને ફાઇનલનું નવું હોસ્ટ બનાવવામાં આવી શકે છે. વર્ષ 2021ની ફાઇનલ સાઉધેમ્પટનમાં રમાઈ હતી, જ્યાં ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું.

વર્ષ 2023ની ફાઇનલ લંડન સ્થિત ઓવલ મેદાનમાં રમાઈ હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને પરાજય આપીને ખિતાબ જીત્યો હતો. તેના બે વર્ષ બાદ એટલે કે WTC 2025ની ફાઇનલ લોર્ડ્સ પર રમાઈ હતી અને આ વખતે દક્ષિણ આફ્રિકાએ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. ફાઇનલમાં તેને ઓસ્ટ્રેલિયા સામે જીત મળી હતી.

Breaking News : ઈંગ્લેન્ડમાં રમાનારી વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કોહલી-બુમરાહ ઈન, અફઘાનિસ્તાન સામે સદી ફટકારનાર આઉટ

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">